________________
પુસ્તક ૧લું
પણ પ્રકારે મહત્તા મેળવવાનું મન ન હોય તે તે મહાત્માઓ અભિમાની ગણતા નથી. તેવી જ રીતે સર્વથા વીતરાગ થયેલા કેવલી–જિનેશ્વર મહારાજની ભક્તિથી દેવતાઓ છત્ર-ચામર આદિક ઘરે તેમાં ભગવાન જિનેશ્વર મહારાજનું એક અંશે પણ ભેગીપણું ગણી શકાય નહિં.
જ્યારે આ વાત દિગંબરોને અને પ્રચ્છન્ન દિગંબર એવા કેટલાક વેતાંબર નામધારીઓને પણ કબુલ છે, તે પછી ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિને ભક્ત એવા રાજા-મહારાજા કે સદ્ધિમાન શ્રાવકે છત્ર, ચામર, મુકુટ, કુંડળ વગેરે ભક્તિને માટે ધારણ કરાવે તેમાં ભગવાન જિનેશ્વરનું વીતરાગપણું ઊડી જાય છે અને ભેગીપણું થઈ જાય છે, એવી કલ્પના કેમ થાય છે? એ કલપના તે કેવળ કુમાર્ગની વાસનાને સૂચવનાર છે.
કેટલાક ભેળા-સેકોનું એવું માનવું છે કે ભગવાન જિનેશ્વર મહારાજને જે છત્ર, ચામર, વિગેરે રાજ્યચિન્હો ધારણ કરાવવામાં આવે છે તે શરીરની સાથે લાગેલાં હતાં નથી, અને તેથી ભગવાન જિનેશ્વર–મહારાજનું વીતરાગપણું ચિંતવવામાં કોઈપણ જાતની ધ્યાન કરનારને બાધા આવતી નથી, પરંતુ મુકુટ, કુંડલ વિગેરે આભૂષણે અને ચીનાંશુક વિગેરે વસ્ત્રો ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને અંગ ઉપર લગાડવામાં આવે છે, તે આભૂષણદિ ભગવાનની વીતરાગ-અવસ્થાનું ધ્યાન કરનારને વિદારૂપ થાય.
ઉપર જણાવેલી માન્યતા ધારણ કરનારા ભદ્રિક લેકે એટલું સમજી શકતા નથી કે શું રાજા-મહારાજાઓને જે છત્ર અને ચામર રાજ્યચિન્હ તરીકે હોય છે તે શું તે રાજામહાસજાઓને શરીરે વળગેલાં હોય છે. અને રાજામહારાજાઓને જે છત્ર, ચામર, વિગેરે શરીરે નહિં વળગેલાં છતાં તે છત્ર, ચામર વિગેરેથી રાજામહારાજાઓ વીતરાગપણથી રહિત ગણાય તે પછી