________________
૧૪
આગમત
ભક્તિથી ધરાયેલાં સાધનથી ત્યાગીને ભેગી ન ગણાય.
ભગવાન જિનેશ્વર મહારાજના કેવલીપણામાં અને સામાન્ય બીજા કેવલજ્ઞાનીઓના કેવલજ્ઞાનપણમાં કઈપણ જાતને ફરક નથી, છતાં જો મદિંતાળ એ પદમાં કેવલ તીર્થકર ભગવાને જ જે નમસ્કાર કરવામાં આવે છે તે ખરેખર તેમની અશેકાદિક આઠ પ્રતિહાર્ય રૂપી પૂજાની મહત્તાના કારણે જ છે. હવે જેઓ “ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને કેવલ વીતરાગપણને લીધે પૂજવા ચાહતા હોય તેઓએ અરિહંત મહારાજને અગ્રપદે તે શું? પણ પૂજ્યપદે પણ લાવવા જોઈએ નહિ. કારણ કે સામાન્ય કેવલી મહારાજાઓ જ્યારે છત્ર, ચામર, ભામંડલ, સિંહાસન વિગેરે રાજ્યાદિક ચિહ્નોના આડંબર વગરના હોવાથી તે ઉન્માર્ગ–ગામિની અપેક્ષાએ પૂરેપૂરા ત્યાગી છે, ત્યારે ભગવાન જિનેશ્વર મહારાજ તે વીતરાગ કેવલી અવસ્થામાં છતાં પણ અશકાદિક પ્રાતિહાર્યોના અને છત્રાદિક રાજ્ય ચિહ્નોના ભેગી હોવાને લીધે તે ઉન્માર્ગગામીઓને કેઈપણ રીતે પૂજ્ય માનવા લાયક કે પૂજ્યના સ્થાને સ્થાપવા લાયક નથી.
કદાચ કહેવામાં આવે કે રાજા-મહારાજાઓને પોતાના છત્રા દિક ચિહ્નોમાં મમત્વ ભાવ છે અને તેથી તે રાજા-મહારાજાઓ ત્યાગી ન ગણતાં ભેગી ગણી શકાય, પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજ તે અત્ નામકર્મના ઉદયના પ્રભાવે દેવતાઓએ રચેલા છત્ર-ચામરાદિકને ધારણ કરનારા છે, પણ તેમાં અંશ માત્ર પણ મમત્વ ભાવવાળા તેઓ નથી, એટલું જ નહિ પરંતુ તે કરવા ન કરવાના વિચારમાં પણ તેઓ પરેવાયેલા નથી. માટે ભગવાન અરિહંત મહારાજનું છત્ર–ચામરાદિક રાજ્યચિહ્નો છતાં પણ ત્યાગીપણું અવ્યાહતપણે છે.
જગતમાં સામાન્ય રીતે સાધુ મહાત્માઓને અનેક રાજામહારાજાઓ વંદનાદિક કરે છે. છતાં તેઓને જે તે વંદનથી કે ઈ