SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧લું મહારાજાઓના કેવલજ્ઞાન વખતે ભગવાનના શરીરને કપૂર અને દીવાની માફક ઉડી જવાનું માનવું પડયું. છતાં પણ તે દિગંબરેને નિર્વાણ-કલ્યાણક માનવાનું હોવાથી તેઓએ એવું માન્યું કે ભગવાન જિનેશ્વરનું આખું શરીર નિવણ વખતે ઉડી જાય છે. પરંતુ તેમના નખ, કેશ અને દાંત ઉડતા નથી, એટલે તે નખ, કેશ અને દાંતને લઈને ઈદ્રો ભગવાન જિનેશ્વર મહારાજનું નવું શરીર બનાવે છે અને તેમાં તે નખ, દાંત અને કેશને ગોઠવે છે અને પછી તેને નિર્વાણ કલ્યાણક સંબંધી મહે-- ત્સવ કરે છે. આવી દિગંબરની માન્યતા કેવી કદાગ્રહના ફલરૂપ છે? અને નિર્વાણ-કલ્યાણકને મહત્સવ નિર્વાણ પમાડનાર શરીર દ્વારા નહિ, પર તુ ઇદ્રોની કરેલી કાયાથી માનવ પડે છે. આ બાબતની વિશેષ હકીકત “જનસત્યપ્રકાશ”ના “દિગમ્બર મતે પતિ” નામના લેખથી જાણવી. જેઓ તીર્થકર મહારાજને તીર્થકર—નામકર્મના ઉદયને લીધે દેવ તરીકે કે પૂજ્ય તરીકે ગણતા હોય તેઓને અંગે નિર્વાણ કલ્યાણક તે શું? પરંતુ નિર્વાણ કલ્યાણકને મહેસવ પ્રસંગ પણ અનિષ્ટ થાય. કેમકે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજ્યતા અને તેમનું દેવત્વ વનકલ્યાણકથી શરૂ થાય છે. જે કે અશકાદિક આઠ પ્રાતિહાર્ય રૂપ અહંતપણાના નિયમિતભાવને અંગે તથા જગતને તારવારૂપ સાધ્યસિદ્ધિને અંગે સંગી કેવલીપણામાં જિનનામ કમને ઉદય છે, એમાં બે મત છે નહિં, પરંતુ અશકાદિક પ્રતિહાર્યો ન હોય અને જિન નામના ફલરૂપે પ્રવૃત્તિ ન હોય તે વખતે ભગવાન જિનેશ્વરનું દેવપણું કે તીર્થ. કરપણું ન માનવું કે પૂજ્યતા ન માનવી એ કેઈપણ શાને અનુસરનારા શાસનપ્રેમીથી બની શકે તેમ નથી.
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy