________________
૧૨
આગમજ્યોત
સર્વત્ર પૂજ્યતા શાથી?
ખરી રીતે તે ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજ્યપણું તીર્થંકર-નામકર્મના પ્રભાવથી (અવ્યાહતપણે) જન્મથી તે સિદ્ધિપદને પ્રાપ્ત થાય ત્યાં સુધી છે, અને તેથી સિદ્ધપદ પામેલા એવા ભગવાન જિનેશ્વરના શરીરને અંગે ઈદ્રઆદિક દેવતાઓ નિર્વાણ કલ્યાણકને મહોત્સવ કરે છે.
દિગંબરેની માન્યતા એવી વિચિત્ર છે કે જે માન્યતાને આધારે નિર્વાણ-કલ્યાણકને મહોત્સવ વાસ્તવિક ન કરતાં કાપનિક ઠરે છે. કેટલાક તેમાં એમ માને છે કે જેવી રીતે દેવતાઓનાં વૈકિય શરીરે દીવાના ઓલવાઈ જવાની માફક ઉડી જાય છે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજનાં શરીર -ભગવાન જિનેશ્વર મહારાજનું નિર્વાણ થતાં ઉડી જાય છે.
જે કે ભગવાન જિનેશ્વર મહારાજનું શરીર માતાપિતાના રૂધિર અને વીર્યથી બનેલું છે, અને ઔદારિક પુદ્ગલથી જ પ્રથમ પોષાયેલું છે, એમ તે તે દિગંબરોને પણ માનવું પડે છે, છતાં સંયમના સાધનરૂપ ઉપકરણને ન માનવાની ઘેલછાથી તેઓના મતે સાધુઓને પાત્ર રાખવાનું હેય નહિ અને કેવલજ્ઞાન પામેલા તીર્થકરો ગોચરી માટે ફરે નહિ એવી તે દિગંબરોની પણ માન્યતા હોવાથી તીર્થકર કેવલીઓને અને અમાન્ય રીતે તેમને લીધે સર્વ કેવલીઓને આહાર રહિત નવા પડ્યા. અને આહારરહિતપણે દેશનક્રોડપૂર્વ સુધી જીવન રહેવું તે ઔદારિક શરીરવાળાને માટે અસંભવિત અને અશક્ય લાગવાથી એક જુઠાણું જેમ હજાર જુઠાણાને લાવે તેવી રી દિગ પરના કદાગ્રહ કેવલીમહારાજાઓને પરમૌદારિક શરીર હે ય છે એવા કદાગ્રહને જન્મ આપે અને તે કદાગ્રહવાળી માન્યતાને પ્રતાપે જિનેશ્વર