________________
પુસ્તક ૧લું
આવી પરોપકાર-દ્રષ્ટિના ધ્યેયથી કરાતી સાધનાને લીધે તીર્થકરગેત્ર તે મહાપુરૂષે બાંધે છે, અને તે તીર્થંકરનામશેત્રના ઉદયને લીધે તીર્થંકરના ભાવમાં પણ સ્વયંસંબુદ્ધપણું રૂપી વરાધિ પ્રાપ્ત થાય છે, ત્યારે તે ઉત્તમોત્તમ મહાપુરૂષે પવિત્રતમ એવા જૈનશાસનના આલંબન વગર જન્મ, જરા, મરણથી પીડાવાપણું દેખી, તેનું નિસારપણું દેખી, તેનું અશરણપણું દેખી, તે જગના ઉદ્ધારને માટે સર્વ—સાવધને ત્યાગ કરવા રૂપ પ્રત્રજિત થાય છે. આ વાત જ્યારે ધ્યાનમાં આવશે ત્યારે ભાગ્યકાર મહર્ષિ ઉમાસ્વાતિ વાચકજીએ ભગવાન મહાવીર મહારાજના દીક્ષાના અધિકારમાં કહેલા કપને તાત્પર્યાથી સમજી શકાશે.
૧ ત્રિલેકનાથ તીર્થંકર ભગવાનની દીક્ષા અશરણ એવા જગતના ઉદ્ધારને માટે.
૨ ત્રિલેકનાથ તીર્થંકરનું સામાયિક કાર્ય જગતના ઉદ્ધારને માટે.
- ૩ ત્રિલેકનાથ તીર્થકરનું અર્થ થકી વ્રતનું આજે પણ તે પણ જગતના ઉદ્ધારને માટે.
૪ શ્રી તીર્થંકર પરમાત્માની સર્વસાવઘત્યાગરૂપી શ્રમણુતા તે પણ જગતના ઉદ્ધારને માટે.
૫ શ્રી તીર્થંકર પ્રભુનું સુધા, તૃષા વિગેરે પરિષહનું સહન કરવું તે પણ જગના ઉદ્ધારને માટે.
૬ શ્રી તીર્થંકર પ્રભુ દેવતા, તિર્યંચ અને મનુષ્ય વિગેરેના ઉપદ્રવે સહન કરે છે તે પણ જગતના ઉદ્ધારને માટે.
૭ શ્રી તીર્થંકર પ્રભુની ચારિત્રની આરાધના તે પણ જગતના ઉદ્ધારને માટે.