________________
આગમત
મોક્ષ સિવાયની જે જે પ્રવૃત્તિ તે અવિરતિસમ્યગ્દષ્ટિ આદિકની જે કંઈ થાય તે માત્ર અંતઃકરણની પ્રીતિ વગરની હોય, આથી જૈનશાસ્ત્રકારે તેવા સમ્યગદષ્ટિ વિગેરેને નિદ્ધધર્વ એટલે નિરપેક્ષપણે પ્રવૃત્તિ થવાને સંભવ નથી એમ જણાવી પાપને અલાજ બંધ થાય એમ નિશ્ચિત કરે છે અને તેથી પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા બીજા દર્શનમાં કહેલા કાયપાતી શબ્દને તે સમ્યગષ્ટિ આદિને લાગુ કરે છે, અર્થાત સમ્યગ્દષ્ટિ વિગેરે પાપના કાર્યોમાં અંતઃકરણની પ્રીતિથી પડવાવાળો હોય નહિ. પરંતુ માત્ર. અંત:કરણની પ્રીતિ વગર કાયાથી પ્રવર્તાવાવાળે છે.
આવી રીતે ઉત્તમ પુરૂષને સમ્યગ્દર્શનાદિકરૂપ મેક્ષમાર્ગની. સાધનાનું ધ્યેય જ્યારે મેક્ષ-પ્રાપ્તિ કરવી એમ હોય છે, ત્યારે ઉત્તમોત્તમ પુરૂષ તરીકે ગણાયેલા છઠ્ઠા વર્ગનું તે સાધનાનું ધ્યેય. કંઈક જુદું જ હોય છે.
જો કે સમ્યગ્દર્શન ધારણ કરવાવાળા સર્વ જી જગતના જી તરફ ભાવથી પણ અનુકંપાવાળા હેઈને મુરતાં નષિ અર્થાત્ “આખું જગત પણ રાગ-દ્વેષને ક્ષય કરી મેક્ષને મેળવો' એમ ઈચ્છવાવાળા હોય છે, પરંતુ છઠ્ઠા વર્ગમાં ગણાયેલા ઉત્તમોત્તમ પુરૂષો તે જુદી જાતના ધ્યેયવાળા હોય છે, તે ઉત્તમત્તમ પુરૂષો જે વખતે વરબોધિને પામે છે, તે વખતે એક વિચારમાં તેઓ આવે છે કે ત્રિલેકનાથ તીર્થકર ભગવાનના શાસન સરખું સંસાર-સમુદ્રથી તરવાનું અનુપમ સાધન છતાં આ જીવે શા માટે સંસાર–સમુદ્રથી તરી જતા નથી ? આવી પરોપકાર-દષ્ટિપૂર્વકની અનુકંપા વિચારીને તેઓ એ વિચાર કરે છે કે આ જૈનશાસનની આરાધના કરવા દ્વારા હું આ જગતને. ઉદ્ધાર કરનારે થાઉં !!!