________________
આગમળેલ સમાધાને શ્રી તીર્થકર ભગવંતે એ પોતાની પૂજા કરાવવા માટે પૂજાનું વિધાન નથી ઘડયું, પરંતુ સર્વવિરતિની પ્રાપ્તિ માટે તેના ઉમેદવારે સર્વવિરતિધર અને સર્વવિરતિ ધર્મના પ્રરૂપક શ્રી અરિહંત પરમાત્માની ભક્તિ, પૂજા, બહુમાન સત્કાર, સન્માનાદિ કરવા માટે પૂજાનું વિધાન કર્યું છે, તેમ કરવાથી સમકિતી-જીને આ ભવે કે ભવાંતરે અનુક્રમે સર્વ વિરતિ જરૂર પ્રાપ્ત થાય છે.
તે ઉદેશ્યથી જ શ્રી તીર્થંકર પરમાત્માએ જ્યાં સુધી સર્વ ‘વિરતિ પ્રાપ્ત નથી થઈ, ત્યાં સુધી પૂજાનું વિધાન સર્વવિરતિની પ્રાપ્તિના ઉપાયરૂપ કર્યું છે.
બીજા શબ્દોમાં પૂજાનું દસેય સર્વવિરતિની પ્રાપ્તિ માટેનું છે.
જ્યારે સાધુ ભગવંતે પિતાના ધ્યેય રૂ૫ સર્વવિરતિ ગુણના રક્ષણ માટે અપકાયના છની દયા માટે પ્રાણની આહુતિ આપે છે, તેમાં પણ સર્વવિરતિની રક્ષાનું જ ધ્યેય છે.
ઉપરની બંને બાબતેમાં ધ્યેય એક હોવાથી કોઈપણ પ્રકારે વિરોધ નથી પિતાની યોગ્યતા પ્રમાણે તે તે છે તે તે રીતે વતે છે.
પ્રશ્ન – તીર્થકર ભગવતેનું બધું વર્તન અનુકરણીય ખરું?
સમાધન:- તીર્થકર ભગવતેએ જે વર્તન કર્મના ઉદયથી કરેલું હોય તે અનુકરણીય નથી, પણ જે કર્મના ક્ષપશમ અગર ક્ષયથી વર્તન થયું હોય તે અનુકરણીય છે.
વસ્ત્ર-ધર્મ પ્રરૂપવા તેઓએ વસ્ત્ર રાખ્યું હતું, સપાત્ર ધર્મ પ્રરૂપવા તેઓએ પ્રથમ પારણે પાત્રમાં આહાર કર્યો હતે. બાર પ્રકારની તપશ્ચર્યા પ્રરૂપવા તેઓ સાધુચયમાં તત્પર રહ્યા.