________________
પુસ્તક કર્યું
પ્રશ્ન—તીર્થકર ભગવાન જે પ્રકાશે છે, તે શું સ્વતંત્રપણે પ્રકાશે છે?
સમાધાન–શ્રી તીર્થંકર પરમાત્મા સ્વતંત્રપણે જ પ્રકાશે છે, કારણ કે તેઓ સર્વજ્ઞ છે. તેઓ કઈ શાસ્ત્રો ઉપર આધાર નથી રાખતા. પરંતુ કેવળજ્ઞાનના કારણે સમસ્ત કાલેકનું સ્વરૂપ જાણનારા હોવાથી જેવું જીવે છે તેવું જ લે છે.
આચાર્ય, ઉપાધ્યાય સાધુ આદિ તે તીર્થંકર-ભાષિત શાસ્ત્રના આધારે ધર્મતત્ત્વનું પ્રવર્તન કરી શકે છે.
તે ઉપકાર તે ફક્ત તીર્થકરોને જ છે કે જેમની વાણી દ્વારા આખુયે વિશ્વ સધ પામે છે.
પ્રશ્ન–ગુણ એ તે આત્મીય વિષય છે. એટલે કે ચૈતન્ય વંત છે, છતાં પણ જડ એવા અશોકવૃક્ષ, ચામર, સિંહાસન આદિને અરિહંત ભગવાનના આઠ ગુણમાં કેમ ગણ્યા?
સમાધાન-પ્રથમ તે તીર્થંકર મહારાજાઓ જ અરિહંત પદમાં બિરાજે છે, જ્યારે તેમના ઘાતકર્મોને ક્ષય થાય છે, ત્યારે જેમ અપાયાવગમાતિશય આદિ ચાર ગુણે પ્રગટ થાય છે, તેમ અશોકવૃક્ષાદિ અષ્ટપ્રાતિહાર્યો પણ તેમની સાથે નિરંતર રહે છે, તેથી તેને પણ ગુણ તરીકે માન્ય છે.
આ પ્રાતિહાર્યો જોઈને કેટલાય જ સમ્યકત્વ પામી જાય છે, તેથી તેને ગુણ કહ્યા છે.
પ્રશ્ન : શ્રી તીર્થકર ભગવંતે અપકાયના જીની દયા માટે તરસ્યા સાધુઓના પ્રાણની લેશભર પણ દરકાર નથી કરતા.
જ્યારે પોતાની પૂજા માટે છ કાય જીની હિંસા કરવાનું વિધાન કરે તેનું રહસ્ય શું છે.?