________________
આગમત
[આગમ-સાર્વભૌમ, ગીતાર્થ શિરોમણિ, આગમપારદા પૂજ્યપાદ આગ દ્ધારક આચાર્યદેવ શ્રી આનંદસાગર સૂરીશ્વરશ્રીની બહુમુખી–પ્રતિભાનાં દર્શન કરાવનાર તાવિક નિબંધે, લેખ, વ્યાખ્યાને, પ્રશ્નોત્તર આદિન સંકલનરૂપે જન્મ પામેલા આ “આગમ ત”માં વિવિધ વિષયોનું સંકલન વિભાગવાર અપાય છે.
તે પ્રમાણે આ ચોથા પુસ્તકમાં પ્રશ્નોત્તર-વિભાગમાં મહત્વના પ્રશ્નોના ખુલાસા રજુ કરવામાં આવે છે.
જેમાં તેરમા વર્ષથી (બે વર્ષથી) પૂ. આગમ દ્વારકશ્રીની સર્વતોમુખી વિદ્વત્તાથી પ્રભાવિત ગુણાનુરાગી સ્વ. શેઠશ્રી અમૃતલાલ કાળીદાસ દેશી શાહે પિતાના સ્વાધ્યાયે આગવી શૈલીથી “શ્રી સિદ્ધચકની ફાઈલમાંથી મહત્વના પ્રશ્નોત્તરો જુદા તારવેલા.
જેને ત્રીજો હપતે આ વખતે વ્યવસ્થિત કરી રજુ. કરાય છે.
આ પ્રશ્નોત્તરના પરમાર્થને જ્ઞાની-ગીતાર્થગુરૂના ચરણમાં બેસી એગ્ય રહસ્ય મેળવવા નમ્ર વિજ્ઞપ્તિ છે.]