________________
પુસ્તક ૩જું
ગૃહિલિંગ કે અન્યલિંગે પણ સિદ્ધ થનારા હોય છે, છતાં તીર્થંકર મહારાજ ઘરમાં કેમ ભાવના ભાવીને સિદ્ધ થતા નથી?
- ભૂતકાળ, વર્તમાનકાળે કે ભવિષ્યકાળે તીર્થકરે ગ્રહી કે અન્ય લિગે સિદ્ધ થતા નથી. કારણ કે—જે માગે તેમણે દેખાડવે છે. તે માગને પિતાને અમલ કરે છે. જે તેઓ ગૃહિલિગે રહે તે સાધુમાર્ગનું દષ્ટાંત બીજાને પૂરું પાડી શકે નહિ.
પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી મ. જણાવે છે કે-ઉપસર્ગ ત્યાગાદિ કરીને પણ જે કર્મને જ ક્ષય કરવાનું છે, તે જેના આત્મામાં ઘણી શક્તિ છે એવા તીર્થકરે, ગૃહવાસે રહીને પણ. કર્મોને માત્ર ભાવનાથી ક્ષય કરી દે છતાં, તેઓ ચારિત્ર કેમ લે. છે? ત્યારે સમજે કે–તીર્થકરે પિતાને માટે દીક્ષા લેતા નથી, ત્યાગ કરતા નથી. જગતને માટે દીક્ષા લે છે, ત્યાગ કરે છે. હું જગતને આ માર્ગે દોરું. એ પૂર્વની ઉત્કટ ભાવનાના બળે એમને ચારિત્ર લેવું જ પડે.
આથી જ દરેક તીર્થકરને પાંચ કલ્યાણક નકકી! જે તીર્થકરે ગૃહી કે અન્ય-લિંગે કેવળજ્ઞાન પામે તે દીક્ષા કલ્યાણક કયાં રહ્યું ?' ત્યારે કહો કે જગતને કેવલજ્ઞાન પ્રાપ્તિના પંથે પ્રવર્તાવવાને. માટે ભગવંતને ચારિત્ર લેવું પડે.
વળી તીર્થપતિઓને વ્રતના વિભાગ તરીકે ઉપસ્થાપના આદિ હેય નહિ. ત્યારે તીર્થકરોને વ્રતેને માટે કેમ? શાસનની પ્રવૃત્તિ. માટે ઉપસ્થાપનાનું જિનશાસનમાં નિયમિતપણું હોવાથી તીર્થકરે સામાયિક ઉચરે છે તેની સાથે જ વ્રતે હોય છે, માટે જ શાસ્ત્રકાર ગ્રતાને વિધિવત્ ” કહે છે.
જગતને શમસુખ આપવાને માટે પ્રવૃત્તિ છે. તેથી જ તીર્થકરે ત્યાગ કરે છે. આ રીતે ધર્મમાં પણ છે. અન્ય-દર્શનીઓને ભૌતિક