________________
આગમત आगमं आयरतेणं, अत्तणो हियकंखिणा ।
जिलो तित्वं सुअं संगो, सब्बे हे बहुमतिया ॥ શાસ્ત્રકાર મહારાજા ફરમાવે છે કે-સંસારમાં જે મત પપ-પુણ્ય અને એક્ષને માનનારા છે, તે તમામ મતો ત્રણ તમાં તી સમાન માન્યતા ધરાવે છે, તે કયા ત્રણ ? દેવ, ગુરૂ અને ધર્મ
કોઈપણ આસ્તિક મતવાળા દેવ, ગુરૂ કે ધર્મ એ ત્રણ તવને માનવામાં આનાકાની કરતા નથી, એને અંગે નકારતા નથી.
થત “તે ત્રણને ન માનવા” તે કોઈપણ આસ્તિકનો અવાજ નથી. વસ્તુસ્થિતિ જે આમ છે તો પછી ભેદ કયાં પડે છે? તો. સમજે કે સ્વરૂપમાં!
દેવ માનવા” તે વાતમાં દરેક આસ્તિક-દર્શને એકમત છે. ગુરૂ માટે પણ તેમજ અને ધર્મ માટે પણ તેમજ, પિતાને અધમી કહેવડાવવા કઈ તૈયાર નથી, પરંતુ તે દરેક પોતાને જે દેવ, ગુરૂ અને ધર્મને માનવાવાળા તરીકે ઓળખાવે છે, તે માત્ર નામથી જ, સ્વરૂપથી નહિ, કારણ કે કઈ પરમેશ્વરનું કેવું સ્વરૂપ માને છે? અને કઈ કેવું ?
પ. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે– દુત્વાન્ પાડવતાર' અર્થાત્ ઘણાં હોય ત્યાં પરીક્ષાને પ્રસંગ છે. દેવદત્તને જે એક જ છોકરે હોય તે મોટા-નાનાને વિભાગ કયાંથી હેય? એમજ દેવ પણ જે એક જ હેત તે પરીક્ષાને અવકાશ. ન હેત, પણ મત બહુ તેથી દેવ બહુ છે, અને તેથી દેવ બાબત પરીક્ષાને અવકાશ છે.
આ પરીક્ષા કેવી રીતે કરવી? જૈનેતરે ભૌતિક સંબંધ પરીક્ષાના અંગે ધન-સ્ત્રી-માલ વગેરે દેવ આપે છે, તેથી દેવ માને છે. જેને આત્માને અવિચલ પદ પમાડવાનું સાધન જેએએ. અમલમાં મુકયું અને બતાવ્યું, તેને અને તેથી દેવ માને છે.