________________
આગમજાત ખ્યાલ નથી, ખાવા-પીવાને જ ખ્યાલ છે, તેમ આપણને મોક્ષ, ખાવા-પીવા કામ ન લાગે તે ખ્યાલ છે. આ છોકરાના વિચારો તે અક્કલની ખામીથી કે વસ્તુતાએ છે! દૂધ વખતે દૂધ પીવા મળી ગયું, તે છોકરાને બસ છે. આબરૂની કિંમત છેકરાને ન હોય.
દુનિયાદારીમાં એના વિષયમાં માચેલા-રાચેલા આત્માના સ્વરૂપને-મોક્ષને સમજે નહીં, તેથી મોક્ષમાં ખાવા-પીવાદિનું સુખ નથી, એમ કહ્યા કરે. એ જ બાળક સમજણમાં આવે ત્યારે, “તે વખતે ક્યાં મારી આબરૂ હતી?’ એમ કહે, અકકલ આવ્યા પછી આબરૂની કિંમત સમજે. તેવી રીતે અહીં પણ મનુષ્ય વિચાર કરે; ત્યારે ખાવું પીવું, એવું વગેરે આત્માને કે શરીરને? શરીર પાંચ ભૂતનું પૂતળું, તેને ઉપગી વસ્તુ ન મળે એટલે મેક્ષમાં ખાવાનું નહીં, વગેરે વિચારે થાય.
મેક્ષની તુલના પાંચ-ભૂતના પૂતળા સાથે કરી. નાનું બચ્ચું પિતાએ કોનું દેવાળું કાઢયું છતાં તેને મગજ ઉપર અસર કરી નથી. તેવા = તે આ આમાને પણ આ શરીરની કેદમાં–પાંજરામાં એટલી બધા દઢતા થઈ ગઈ છે કે–પાંજરાને લીધે આત્માની શી દશા કઈ છે જે ખ્યાલ વી. આ શરીરરૂપી પાંજરામાં નાખીને કર્મરાજા સજા બે વરાવે છે. જેમાં સરકારને હદ, બહારના ગુનામાં ના ઈલાજ વહેવું પડે છે.
એક ખૂન કર્યું તો ફાંસી. ને ૧૦ ગુના વધના કર્યા તે પણ એક જ ફાંસી. નવ ગુનાનું શું? સરકાર દશ વખત ફાંસી દેતી નથી.
પહેલાં છીંડીવાળે કાયદો હતો. ઘણું ટાઈમ પહેલાં ફાંસીની સજામાં ગુનેગારને કાંસીએ લટકાવે. એટલું જ માત્ર હતું. કેઈ સારા શ્રીમંતનો છોકરે ખૂનના કેસમાં સંડોવાઈ ગયો. કોર્ટમાં કેસ ચાલ્યો. બેરીસ્ટર ઊભે રાખે.