________________
આગમજ્યોત
ઈદ્રિાદિકપણું આવવા-જવાવાળું નથી અને તેથી તે સત્પણ નથી, અનિત્ય પણ નથી. તે તેવી રીતે દેવ-દેવેદ્રાદિની ઋદ્ધિને આપવામાં સમર્થ એવું ધન ન વાપરે તો તે મધ્યમ કે વિમધ્યમ મનુષ્ય ચારિત્રને કયાંથી આદરી અને આચરી શકશે?
પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરિજી દાનને સહેલું મનાવે છે, અને તે દાનની અપેક્ષાએ ચારિત્રને દુષ્કર જણાવે છે અને જણાવે કે તે ક્ષેત્રમાં ધનને નહિં વાપરનારા દુષ્કર એવા ચારિત્રને ક્યાંથી કરી શકશે?
ધ્યાન રાખવું કે દાન એ દ્રવ્યસ્તવ છે અને ચારિત્ર એ ભાવસ્તવ છે, વળી દાન એ એકાંકી અંગ છે, ત્યારે ચારિત્ર એ શીલ તપ અને ભાવ એ ત્રણ અંગવાળું છે.
આ ઉપરથી એટલું સમજવાનું છે કે દાનને માટે જેઓ પરિણામને ઉલ્લાસ ન કરી શકે તેઓ દુષ્કર એવા ચારિત્રને આદરી. અને પાળી શકે નહિં. હિંસા કરનારા, જુઠું બોલનારા, ચેરીઓ કરનારા, રંડીબાજી કરનારા જીવો ચારિત્રને પામનારા અને પાળનારા થયા એમ શાસ્ત્રોમાં સ્થાને સ્થાને છે, પરંતુ કોઈપણ શાસ્ત્રમાં કોઈપણ સ્થાને ધન-ધાન્યાદિના કે કુંટુંબ-કબીલાના મમત્વને છેડયા સિવાયના સાધુ થયા અને સાધુપણું પાડ્યું એવા દાખલા નથી.
માટે ચારિત્રની ભૂમિકા તરીકે સાત ક્ષેત્રે ધન વાપરવા રૂપ દાનની આવશ્યકતા સ્વીકારવી જોઈએ.
જ્ઞાની તે કે જે 8 હું સમજણપૂર્વક પાપ છોડે છે