SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ પુસ્તક રજું આત્મ-પ્રદેશની શ્રેણીઓ બંધાય છે, વિકાસ છતાં પણ વચ્ચેથી નહિ તુટવામાં કારણ આત્મ–પ્રદેશનું અમૂર્ત પણું આત્મ-પ્રદેશને વિકાસ સ્વભાવ અને આકાશ-પ્રદેશનું એક પરિણામ છે. જીવ શરીરની અપેક્ષાએ મોટો થવાથી વિકાસે છે એ તે નક્કી છે. એક જ કમળ-નાળના તંતુ-સમૂહની માફક એટલે જ્યારે એ તંતુસમૂહ વચમાંથી તૂટી જાય છે, ત્યારે જે બાજુ વધારે ભાગ હોય છે તે બાજુ તાંતણ મળી જાય છે, તે માફક શરીર-વ્યાપી જીવન કોઈ અવયવને થાય છે, ત્યારે નાના અવયને છેડીને અર્થાત્ નાના અવયવમાંથી નિકળીને બીજા મોટા શરીર સંબંધી ટૂકડામાં આત્મ-પ્રદેશે આવી જાય છે. . અહીં સવાલ થાય કે-અવયવને છેદ થતાં નાના વિભાગમાંથી મેટા વિભાગમાં આત્મ પ્રદેશને દાખલ થવાનું જ્યારે જ છે તે મસ્તકને છેદ થયા છતાં મસ્તક રૂપ નાના વિભાગને છોડીને શરીર રૂપ મોટા વિભાગમાં કેમ આત્મ–પ્રદેશે આવતા નથી! આને ખુલાસે એ છે કે જીવ-પ્રદેશ જ્યાં વિશેષ એકઠા થઈને રહે છે તેને સ્થાન કહેવાય છે. એ પ્રમાણે મસ્તક એ ઘણુંજ મહત્વનું મર્મસ્થાન હાઈ વિશેષ આત્મ–પ્રદેશોની સંખ્યાવાળું છે. બીજા સ્થાનની અપેક્ષાએ મર્મ સ્થાનમાં વેદના પણ ઘણી થાય છે અને આયુષ્યને ઘાત અધ્યવસાન-નિમિત્ત–વેદના વગેરે સાત કારણેથી થાય છે, એ પ્રસિદ્ધ છે. માટે સંકેચ કિંવા વિકાસ થાય તે પણ નાશ થતું નથી. અને સ્યાદ્વાદી–અનેકાંતવાદીઓને કઈ પણ વસ્તુને સ્વતત્વની અપેક્ષાએ દ્રવ્યનયની અપેક્ષાએ નાશ ઈષ્ટ જ નથી, આત્મ પ્રદેશને સંકેચ વિકાસ થવા છતાં આત્મ-પ્રદેશની સંખ્યામાં હાનિ કે વૃદ્ધિ જરા પણ થતી નથી.. ક્ષેત્રથી ભલે સંકેચ પ્રસંગે હાનિ વિકાસ–પ્રસંગે વૃદ્ધિ થાએ, માટે આત્મ-પ્રદેશને સંકેચ-વિકાસ સ્વભાવ જરૂર સ્વીકારે.
SR No.540015
Book TitleAgam Jyot 1979 Varsh 15
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1980
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy