________________
૩૪
આગમત -
અને સકરણ-વીર્યના પ્રયત્નથી નિરધ-કાળમાં તે શુષિરભાગ પુરાઈ જતું હોવાથી અગી તેમજ સિદ્ધોની અવગાહના ચરમ-શરીરની અપેક્ષાએ વિભાગહીન અવગાહના છે.
એ કારણથી નિરાવરણ અનંત–વીર્યવાળા ભગવતને પણ ચરમ–શરીરની અપેક્ષાએ ત્રિ.-ભાગની અવગાહનાથી ન્યૂન અવગાહના આત્મ-પ્રદેશને સંકોચ સ્વભાવ છતાં થતી નથી, તે પછી બીજા સંસારી માટે શું કહેવું ! એ પ્રમાણે સ્વભાવ છે.
જ્યાં સ્વભાવ વસ્તુ થઈ એટલે પ્રશ્નને અવકાશ રહેતું નથી.
કદાચ એમ કહે કે સંસારીજીવ સગી હેઈ અથવા સકર્મક હેઈ ઉકત અવગાહનાથી ન્યૂન અવગાહના ન થાઓ ! પરંતુ કર્મ-રહિત એવા સિદ્ધના જીવેને વિશેષ સંકોચ કેમ થતું નથી? એમ જે કહેતા હો તેને કહીએ છીએઃ સિદ્ધના જીવેને પણ સંકેચ સંબંધી પ્રયત્ન જ નથી અને પ્રયત્નના અભાવમાં સકરણવીર્યને અભાવ એ જ મુખ્ય કારણ છે, અર્થાત્ સકરણ-વીર્યના અભાવથી પ્રયત્ન નથી અને પ્રયત્નના અભાવથી સિદ્ધના જીવને પણ ચરમ-શરીર–ત્રિભાગહીન અવગાહનાથી વિશેષ સંકેચના અભાવે એક પ્રદેશ વગેરેમાં રહેવાપણું નથી, એ પ્રમાણે પ્રતિપાદન કરવું, તે નિરવઘ અથવા બરાબર છે.
સંક્ષિસ તાત્પર્ય–આ પ્રમાણે છે.
આત્મ-પ્રદેશને સમૂહ વિકાસ અને સંકેચવાળે હાઈ કમળના દાંડલાના તંતુની માફક નહિ તૂટવાપણુએ વિકાસ પામે છે. અર્થાત કમળ-નાળને ભાંગતાં તેમાંથી રેયાએ લાંબી નિકળે અને વચમાંથી તૂટતા નથી. તે પ્રમાણે આત્મ-પ્રદેશે વિકાસ પામતા છતાં પણ વચમાંથી તૂટતા અગર છૂટા પડતા નથી, પરંતુ ?