________________
પુસ્તક ૨ જું
હે મહાનુભાવ! સંવચ્છરીમાં ખમેલ–ખમાવેલ કલેશને તું બેલે છે તે તને કોઈપણ પ્રકારે યોગ્ય નથી.”
આવું શાસન-ધુરંધરેએ ફરમાવ્યા છતાં જે તે વૈર-વિરોધને બેલવું બંધ ન કરે તે શાસ્ત્રકાર સ્પષ્ટ શબ્દોમાં ફરમાવે છે કે એ મેલ–ખમાવેલ વૈર-વિરોધને ફરીથી બોલનારાને શ્રી સંઘમાંથી દૂર કરી દે.
આ વસ્તુ સમજનાર મનુષ્ય શ્રી જૈન-શાસનનું વૈર-વિરોધને શમાવવા ઉપર કેટલું બધું લક્ષ્ય રહેલું છે? તે હેજે સમજી શકશે.
વળી શ્રીજૈનશાસનમાં ખમવા અને ખમાવવામાં પ્રથમ ચારિત્રમાં સ્થિત થયેલ રત્નાધિક એટલે મહોટો ગણાય છે તે અને પાછલથી ચારિત્રમાં સ્થિત થનાર અવમરાત્વિક એટલે ન્હાને ગણાય છે તે, એ બન્નેમાં રત્નાધિકને હંમેશાં અવમરાનિકે વિનય કરવું જોઈએ અને એ મોક્ષાર્થી જીવનું આવશ્યકકર્તવ્ય છે અને તેથી પ્રતિદિન વંદન–બામણાદિ અવમરાત્વિક રત્નાધિકની આગલ કરે છે, છતાં આ સાંવત્સરિક ખમત-ખામણને માટે તે એટલા સુધી શાસ્ત્રકારે ફરમાન કરે છે કે ન્હાનાએ મહટાની પાસે અપરાધની માફી માગવી, એટલું જ નહિં, પરંતુ મહેતાએ પણ ન્હાનામાં ન્હાના શિષ્યની પાસે માફી માગવી જોઈયે.
શાસ્ત્રકારો તેના દષ્ટાન્તમાં પણ જણાવે છે કે શ્રીચન્દનબાલાની ચેલી મૃગાવતીએ પિતાને અપરાધ ખમાવતાં કેવલજ્ઞાન મેળવ્યું. પરંતુ શ્રીચંદનબાલાએ પણ મૃગાવતીની આશાતના ગણું તેને ખમાવતાંજ કેવલજ્ઞાન મેળવ્યું.
આવી રીતે વ્યવહાર માટે ખમવા અને ખમાવવાની માત્ર વાત કરીને શાસ્ત્રકારો ઉપદેશની પર્યવસાનતા નથી કરતા, પરંતુ ઉપદેશ્ય-આત્માઓના જીવનને તે ફરસાવવા માટે સ્પષ્ટ-શબ્દમાં