________________
આગમચેતી છતાં તે સર્વ-ક્રિયામાં એકજ વનિ હોય છે કે-આત્માના આ વ્યાબાધ-ગુણના આવિર્ભાવને રોકનાર અદષ્ટોને આવતા રેકો અને આવેલા એવાં અદષ્ટોને ક્ષય કરવા અને શમાવવા કટિબદ્ધ થવું.
સુજ્ઞ મનુષ્ય જે આત્માથીપણાની દ્રષ્ટિએ અવલોકન કરશે તે માલમ પડશે કે શ્રી જિનેશ્વર-મહારાજના શાસનની ઉત્તમોત્તમતા હોય તે તે માત્ર આવા અદષ્ટને રોકવાની અને નાશ કરવાની આજ્ઞાને લીધે છે.
જૈનશાસનને સાંભલનાર અને સમજનાર વર્ગ સારી રીતે જાણે છે કે શ્રી જિનેશ્વર-મહારાજે આત્માના ગુણને આવરણ કરનાર અને તે ગુણેને આવરીને ભવ્ય એવા જીવને પણ અનાદિકાલથી સંસારમાં રખડાવનાર અદષ્ટોમાં મુખ્ય ભાગ ભજવનાર અથવા તેવા અદષ્ટોના મૂલરૂપ કેઈપણ જે અદષ્ટ હોય તે તે માત્ર મેહનીયનામનું અદષ્ટ છે. તેથી શાસ્ત્રકાર મહારાજાએ સ્પષ્ટ શબ્દથી ફરમાવે છે કે –
सव्वकम्माणि खिज्जंति मोहणिज्जे खयं गए
અર્થાત્ મેહનીયકર્મને નાશ થઈ જાય તે બાકીના સર્વ કર્મોને નાશ થઈ જાય છે, જગતમાં જેમ તાડવૃક્ષની મસ્તસૂચીને નાશ થવાથી આ તાડ સુકાઈ જાય છે, તેવી રીતે આત્મામાંથી મેહનત્યકર્મ જે ખસી જાય તે પછી બીજાં બધાં કર્મ નાશ પામી જ જાય છે.
વાચકમહારાજજી પણ એજ ફરમાવે છે કે – मस्तकसूचिविनाशात् तालस्य यथा ध्रुवो भवति नाशः । तद्वत् कर्मविनाशो मोहनीये क्षयं गते ॥१॥