________________
પુસ્તક ૧ લું ભગવાન જિનેશ્વરમહારાજનું તીર્થકરપણું તેમના સાધ્યની સિદ્ધિ કરવા માટે ફલીભૂત થાય છે.
તે વખતે શાસ્ત્રકાર મહારાજાએ ભગવાન જિનેશ્વરેને તીર્થકર નામકર્મને ઉદય માને.
જે કે ભગવાન જિનેશ્વરમહારાજનું પૂજ્યત્વ તે અવનકલ્યાણકથી શરૂ થાય છે, તેથી ભગવાન મહાવીર મહારાજા ચિત્રશાલામાં કાર્યોત્સર્ગે રહ્યા અર્થાત્ કેવલજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન સુદ્ધાં પણ પામેલા હેતા, તે વખતની અવસ્થાની મૂર્તિ નાગલદેવતાએ વિધુનમાલીદેવતા પાસે કરાવી, જે પ્રતિમાને પ્રતિબિંબ તરીકે ચંડપ્રદ્યોતને કરાવેલી પ્રતિમાની પ્રતિષ્ઠા કપિલકેવલી મહારાજે કરી. ' અર્થાત્ જે ભગવાન જિનેશ્વરમહારાજનું દેવત્વ કે પૂજ્યત્વ જે યવનકાલથી ન હેત તે જેમ વનાદિક કલ્યાણકે મનાત નહિ, તેવી રીતે કેવલજ્ઞાન શિવાયની અવસ્થાની મૂર્તિના પ્રતિબિંબરૂપ મહાવીર ભગવાનની પ્રતિમા ઉપર વાસક્ષેપ કરી કેવલી– મહારાજા પ્રતિષ્ઠિત કરત નહિ, એટલું જ નહિ, પરંતુ ખુદ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરતી વખતે જન્માવસ્થા, શ્રામસ્થાવસ્થા અને રાજ્યવસ્થાદિનું ચિત્તમાં ધારણ કરવું કઈ પણ પ્રકારે ઉચિત બનત નહિં. એટલું જ નહિં પરંતુ ભગવાન જિનેશ્વર મહારાજનું સિદ્ધપણું કે જેમાં સર્વકર્મ રહિત હોવાથી તીર્થકર નામ કર્મથી રહિતપણું હોય તેમાં આશ્ચર્ય જ નથી, તે પણ પૂજનની વખતે ચિત્તમાં ધારણ કરવાનું બનત નહિ.
જેઓ કેવલ વિતરાગ કે કેવલી-પણાની દશાને પૂજ્ય ગણે છે અથવા સંગિકેવલીપણું હોય ત્યારે અથવા તીર્થંકરનામકર્મને સાધ્ય સાધવારૂપે જે ઉદય હોય છે, તે વખતેજ તીર્થંકરપણું એટલે દેવપણું ગણે છે, તેઓએ ન તે જન્માદિ અવસ્થા