________________
આગમત ગણધરે દ્વારા દ્વાદશાંગીનું ગુંથન થયા શિવાય બની શકે નહિ. અને ગણધરેને પ્રતિબંધ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પછી બની શકે માટે તે કેવલજ્ઞાન ઉપજાવવા શ્રમણચિન્હ અંગીકાર કરીને મારે દીક્ષિત થવું જ જોઈએ એવા વિચારથી એટલે જગતના ઉદ્ધારને માટે ભગવાન જિનેશ્વરેનું દીક્ષિત થવું થાય છે તેમ જ દીક્ષા લેતી વખતે પણ જગતની શુભપ્રવૃત્તિ માટે નિષ્ફટક, આજ્ઞા પ્રધાન અને અદ્ધિ-સમૃદ્ધિથી પૂર્ણ એવા રાજ્યને છેડીને સામાયિક અંગીકાર કરતાં પોતાના શાસનમાં થવાવાળા સાધુઓની સ્થિતિના ક્રમને દેખાડવા માટે અર્થથી યામે કે મહાવ્રતને અથવા તે ચાતુર્યામિક કે પંચમહાગ્રતિક ધર્મને સ્વીકાર કરે છે. દીક્ષાદિ શા માટે?
જે વખતે ભગવાન જિનેશ્વર-મહારાજાઓ આવી રીતે જગના કલ્યાણને માટે, પાપકર્મોના ક્ષય માટે અને મેક્ષના સાધન માટે ચારિત્ર અંગીકાર કરે છે, અર્થાત્ પંચમુષ્ટિક કે ચાતુર્મેટિક લેચ કરે છે, તે વખતે ઇંદ્ર-મહારાજે ખભા ઉપર થાપેલ દેવદુષ્ય ધારણ કરવારૂપ શ્રમણચિન્હ ધારણ કરે છે, તે જ વખતે જિનેશ્વર-મહારાજાઓને મન પર્યાવજ્ઞાન થાય છે,
આ રીતે પ્રજિત થયેલા અને મન:પર્યવ-જ્ઞાનને પામેલા ભગવાન જિનેશ્વરમહારાજાએ સમ્યક્ત્વ જ્ઞાન, ચારિત્ર, તપ અને સમાધિના બળે મહાદિક ચાર ઘાતકર્મોને નાશ કરીને કેવલજ્ઞાનને પામે છે, અને તે પામીને પૂર્વ-નિર્ધારિત કરેલા જગતના હિતને માટે દ્વાદશાંગી-પ્રણયનરૂપ તીર્થને પ્રવર્તાવે છે, એટલે દેશના આપે છે.
આ વખતે લેકના કુદરતી નિયમે ભગવાન જિનેશ્વરની ત્રિપદી પામીને ત્યાં આવેલા ગણધર મહારાજના જે પ્રતિબંધ પામી દીક્ષા ગ્રહણ કરીને દ્વાદશાંગીની રચના કરે છે, આવી રીતે