________________
૨
પુસ્તક ૧ લું ભવ અવશેષપણું અને તીર્થ કરપણું બંને સાથે કરેલાં છે અને તે ત્રીજો ભવ ચ્યવન અવસ્થાથી જ શરૂ થાય છે.
આ કારણથી આ. શ્રી હરિભદ્રસૂરિજી તત્વાર્થ સૂત્રની ટીકાની અંદર ભગવાન જિનેશ્વર મહારાજનું કૃતાર્થપણું જણાવતાં ચરમભવની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા તે જણાવે છે. એટલે સ્પષ્ટ થયું કે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાની. કાયેત્સર્ગ કે પર્યકાસનથી સિદ્ધાવસ્થા રાખ્યા છતાં જન્માદિ અવસ્થાને આરેપ કરીને તે તે અવસ્થા પણે પૂજન કરવામાં કઈ પણ જાતને વિરોધ નથી. ક આત્મા તીર્થકત્ર ઉપાર્જન કરે?
ભગવાન જિનેશ્વર મહારાજાએ તીર્થ કર પણના ભવથી પહેલાંના અનેક ભવમાં ભૂત-જીવમાત્રની અને વ્રતધારીઓની અનુકંપા વિગેરેની ક્રિયા સહિત એવા વરબોધિલાભના કાળથી માંડીને હંમેશાં પરે કારમાં જ લીન હોય છે, અને તેવી રીતે અનેક ભથી પરોપકારમાં લીન થયેલા મહાપુરૂષે જ્યારે સમ્યક્ત્વની શુદ્ધિ આદિક નિમિત્ત દ્વારા ધર્મ-આરાધના કરતાં જગતના જીવમાત્રના ઉદ્ધાર માટે ઉત્સાહવાળા થાય છે, ત્યારે તેઓ તીર્થ*કરના માત્ર બાંધે છે. ' આવી રીતે બાંધેલું તીર્થકરનામત્ર જેને હેય છે તેવા મહાપુરૂષો પહેલા ભવના તે પરોપકારમય શુભ આચરણના સંસ્કારથી સંસારનું યથાસ્થિત વૈચિત્ર્યપણું વિચારતા તેનાં જન્મ, જરા મરણ વિગેરે દુઃખ ટાળવાના વિચારમાં તત્પર થાય છે અને આ જન્મ–જરાદિના દુઃખથી રીબાતું અને કર્મોથી. ઘેરાતું એવું જગત્ તીર્થને પ્રવર્તાવ્યા સિવાય કઈ પણ પ્રકારે ઉદ્ધાર કરી શકાય એવું નથી.
માટે આ જગતને સંસારથી ઉદધૃત કરવા માટે દ્વાદશાંગી રૂપ તીર્થનું પ્રવર્તન કરવું જ જોઈએ, અને તે તીર્થનું પ્રવર્તન