________________
૫૭
વળી તે સંપ્રદાયવાળાઓએ પિતાના મન્તવ્ય પ્રમાણે એ વાત તે ધ્યાનમાં રાખવાની છે કે–દિગમ્બરો વીતરાગ પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી અર્થાત્ વીતરાગ થયા પછી આકાશમાં અદ્ધર રહેવાવાળા માને છે તે પછી તેઓ જે ભગવાન જિનેશ્વરમહારાજની વીતરાગ–અવસ્થા અને કેવલી–અવસ્થાને જ પૂજતા હોય અને માનતા હેય, તે જે પ્રતિમા સિંહાસન ઉપર બીરાજમાન ન હોય, પરંતુ અદ્ધર આકાશમાંજ રહેલી હોય તે પ્રતિમાને તેઓએ માનવી જોઈએ, જે નગ્નાવસ્થાવાળા લેકો આ પિતાના કદાગ્રહને પણ યથાસ્થિત રીતે પકડે તે શ્વેતામ્બરનાં જે તીર્થો, મંદિરમાં તથા અન્યત્ર જે મૂર્તિઓ સિંહાસન ઉપર બીરાજમાન છે, તેઓને કબજો મેળવવા માટે કોઈ દિવસ પણ પ્રયત્ન કરેજ નહિ, પરંતુ હાથીને ચાવવાના દાંત જુદા હોય અને દેખાડવાના દાંત જુદા હોય, તેવી રીતે આ સંપ્રદાયવાળાઓ ભગવાન જિનેશ્વરમહારાજની પૂજાને અંતરાય કરવા માટે અને નાશ કરવા માટે તે જુદું જ લે છે અને શ્વેતામ્બરના તીર્થો, મન્દિરેમાં તથા અન્યત્ર જે મૂર્તિએ તેને કજો મેળવવા વખતે જુદું જ લે છે.
એક સ્કૂલબુદ્ધિએ તે દિગમ્બરેએ વિચાર કરે જોઈએ કે શું તેઓના વીતરાગ પરમાત્મા કેવલજ્ઞાન પામ્યા પછી પણ મકાનમાં રહેતા હતા ખરા? શું તેઓના વીતરાગ પરમાત્મા કેવલી અવસ્થા પછી એક જગો પર બેસી રહેતા હતા?
મૂર્ખમાં મૂર્ખ દિગમ્બરને પણ આ બાબતમાં તો કબુલ જ કરવું પડશે કે કેવલજ્ઞાન પામેલા જિનેશ્વરમહારાજાઓ નથી તે તેમના માટે કરેલા મકાનમાં રહેલા કે નથી તે કેવલજ્ઞાન થયા પછી એકની એક જગપર રહેલા. જ્યારે આવી હકીકત છે ત્યારે એકાન્ત–વીતરાગ કેવલી ભગવાનની અવસ્થાની પૂજાને કદાગ્રહ રાખવાવાળાઓ ન્યાયદષ્ટિએ એક અંશે પણ એવી મૂર્તિ અને મન્દિરને માની શકે નહિ.