________________
આગમત અભિષેક વિતરાગ અવસ્થામાં કોઈ પણ પ્રકારે હેતે, પરંતુ ભગવાનની સ-રાગ-અવસ્થામાંજ હતે. માટે જે તે સંપ્રદાયવાળાઓને વીતરાગ પણાન અવસ્થાને અંગે એટલે વિતરાગ તરીકે પૂજન કરવું હોય તે તેઓને સ્વને પણ અભિષેક પૂજાને આદર કરવું જોઈએ નહિં. ' ' સાથું વીતરાગત્વ શામાં?
વળી તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન જિનેશ્વરમહારાજા વીતરાગ પણાને પામી કેવળજ્ઞાન મેળવીને જ્યારે વિચરતા હતા ત્યારે તે ભગવાનને છત્ર, ચામર, ભામંડલ, સિંહાસનાદિ પ્રાતિહાર્યા હતા, તે શું તે ભગવાન જિનેશ્વરમહારાજને તે નગ્નાવસ્થાવાળાઓ છત્ર-ચામરાદિકને લીધે વીતરાગપણામાંથી ખસેડી નાંખવા માંગે છે? અર્થાત્ છત્ર-ચામર વિગેરે વાળા હેવાથી ભગવાન જિનેશ્વર મહારાજાઓ વીતરાગ હતા અને કેવલી પણ શ્વેતા એમ તેઓ માનવા અને કહેવા માગે છે ખરા?
યાદ રાખવું કે ભગવાન જિનેશ્વરમહારાજને વંદન કરવાને માટે આવવાવાળા રાજા-મહારાજાઓ છત્ર-ચામર વિગેરેને છોડી દે છે, અને તેનું કારણ એજ જણાવે છે કે એ છત્ર-ચામર રાજ્ય-ચિહે છે, અને આ રાજયચિન્હ છોડવારૂપી અભિગમ કરવાનું જ્યારે દિગમ્બરેને કબુલ કરવાનું છે અને કબુલ પણ કરેલું છે, ત્યારે છત્ર ચામર વિગેરે વીતરાગ અવસ્થાને ન જણાવતાં સ-રાગ–અવસ્થાને જણાવે છે, એમ તેઓએ માનવું જોઈએ.
અર્થાત્ જે તેઓ વીતરાગ-અવસ્થાનું પૂજન કરીએ છીએ એવા કદાગ્રહમાં મસ્ત રહેતા હોય તે તેઓએ ન તે જન્માભિષેક કરવું જોઈએ, ન તે છત્ર-ચામરાદિક ધારણ કરાવવાં જોઈએ, એટલું જ નહિ, પરંતુ જિનેશ્વર ભગવાનના છત્ર-ચામરાદિક પ્રાતિહાર્યોને પણ માનવા જ જોઈએ નહિ.