________________
પુસ્તક ૧ લું
૫૫ ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમા મુખ્યતાએ સિદ્ધાવસ્થાના આસનને ઉદ્દેશ્ય તરીકે રાખીને કરવાની હોવાથી તે આકાર લક્ષ્ય બહાર લઈ જવો પાલવે તેમ નથી. અને તેથી વસ્ત્રનું આહણ તેવા રૂપે થઈ શકે નહિ કે જેમ કરવાથી સિદ્ધાવસ્થાનાં આસનનું દશ્યત્વ મટી જાય.
યાદ રાખવું કે શ્રીરાયપાસે વિગેરે સૂત્રોમાં દેવદૂષ્ય વસ્ત્રનું માત્ર આરેહણ જણાવેલ છે, પરંતુ પરિધાન જણાવતા નથી. એટલે દેવતાઓ પણ વાસ્તવિક રીતિએ હાથમાં સ્થાપન કરવાનું કે ખભે સ્થાપન કરવાનું કરે, પરંતુ અન્ય-મતવાળાઓની પેઠે વસ્ત્રોનું પરિધાન તે દેવતાઓએ પણ કર્યું નથી, અને શાસકારોએ પણ કહ્યું નથી, તેમજ વર્તમાનમાં કઈપણ ધર્મપ્રેમી મનુષ્ય કરતે પણ નથી. વીતરાગ અવસ્થા ધારતાં પણ પૂજન.
ઉપર જણાવેલી પૂજાઓના અંગે કેટલાક એમ કહેવાને તૈયાર થાય છે કે –
આવી રીતે વસ્ત્ર આભૂષણ વિગેરેથી ભગવાનનું પૂજન કરવું તે ઉચિત નથી, કારણકે આભૂષણ વિગેરે ભગવાનની સ-રાગ–અવસ્થામાં હોય છે અને ભગવાનની પૂજા તે વીતરાગઅવસ્થાને લીધે કરવાની હોય છે.”
આવું કહેનારાઓએ પ્રથમ તે એ ધ્યાનમાં લેવાનું છે કેઆવું માનનારાએ ભગવાન જિનેશ્વર-મહારાજાઓની પ્રતિમાને જે અભિષેક કરે છે તે શું વીતરાગ અવસ્થામાં થયેલે માને છે કે વીતરાગ અવસ્થાને ઉચિત હોય એમ માને છે? કહેવું જોઈશે. કે ઇંદ્રમહારાજ વિગેરેએ ભગવાનના જન્મની વખતે મેરૂ પર્વત ઉપર કરેલા અભિષેકને અનુસરીને મુખ્યતાએ તે અભિષેક કરવામાં આવે છે. અને ઇંદ્રમહારાજ વિગેરે એ મેરૂ પર્વત ઉપર કરેલ