________________
૪૮
:
આગમત
પિતાના દેશને અને રાષ્ટ્રને માટે ઘર ખાદી માત્ર મૃત્યુને જ ઘર વગાડે છે
. ' જગતને ઈતિહાસ સ્પષ્ટપણે જાહેરાત કરે છે કે હજારે અને લાક વર્ષો સુધી જે કઈ પણ દેશ અને રાષ્ટ્ર નિયમિત પ્રવૃત્તિ કરી શક્યું હોય તે તે માત્ર ધર્મ અને સમાજને પૂરેપૂરી રીતે વફાદાર વર્તનારા છે.
જેઓ ધર્મ અને સમાજને ભોગે દેશ અને રાષ્ટ્ર વધારવા માગે છે, તેઓ પ્રથમ તે પ્રજાતંત્ર કે લેકશસનને નામે લોકોને આધીન કરી લે છે, પરંતુ અને તેઓને સરમુખત્યારી પણના સપાટામાં લાંબી મુદત સુધી સડ્યા રહેવું પડે છે, અને તેમાં પણ પરિણામે આખા દેશ અને રાષ્ટ્રમાં ખુનામરકીઓનું ખંજર જેસર પ્રવર્તતું રહે છે.
સુજ્ઞ મનુષ્ય હેજે પણ સમજી શકશે કે પ્રજા ઉપર અંકુશ રાખનાર અમલદાર વર્ગ હેય, અમલદાર વર્ગ ઉપર અંકુશ રાખનાર દીવાન પ્રધાન કે સેનાધિપતિ હય, તેની ઉપર અંકુશ રાખનાર સભાપતિ કે રાજા હેય, પરંતુ તે સભાપતિ કે રાજાના અન્યાય અને જુલમને કાબુમાં રાખનાર જે કઈ પણ વસ્તુ હોય તે તે માત્ર ધર્મ કે સમાજની ભાવના છે. '
ધર્મ કે સમાજની ભાવના શિવાયના રાષ્ટ્ર અને દેશે કેવળ દરિયામાં થતા મત્સ્ય-ગલાગલ ન્યાયને જગતમાં પ્રવર્તા વનારા હોય છે. તત્ત્વમાં ભગવાન જિનેશ્વર-મહારાજની વસ્ત્રથી પૂજા કરવામાં શાસ્ત્રકારોએ જે ચીનાંશુક આદિ વસ્ત્રો જણાવેલ છે તે ધર્મભાવનાને અંગે સંપૂર્ણપણે ઉચિત છે. વસ્ત્રદ્વારા પૂજા કેવી રીતે !
વાંચકોએ ધ્યાન રાખવાની જરૂર છે કે પ્રૌઢ-ગ્રન્થમાં વસ્ત્રદ્વારા ભગવાન જિનેશ્વર મહારાજનું પૂજન કરવાનું સ્થાને સ્થાને