________________
જ
આગમત તેઓએ શ્રી શ્રાદદિનકૃત્ય વિગેરે ગ્રન્થ જેવા જોઈએ કે જેથી નિશ્ચય થાય કે પહેલાં, ગુંથેલા અને સંઘાતિમ વિગેરે ફૂલે અને હારેથી ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરવાનું વિધાન સ્પષ્ટપણે છે એમ માલમ પડે.
યાદ રાખવું કે આચાર્ય ભગવંત વિગેરે શાસ્ત્રને જોયા સિવાય શાસ્ત્રથી વિરુદ્ધ એક પણ શબ્દ કમલપ્રભાચાર્યનું દષ્ટાન્ત ધ્યાનમાં રાખી બેલે નહિં. અને કદાચ અનુપગથી તેવું કંઈક બેલાઈ જવાય છે તેવું વચન શાસનના અનુસરનારાઓને માન્ય થઈ શકે કે આદરી શકાય નહિં,
જે કે વીંધવાથી ફૂલની વિરાધના થાય છે, એમાં મતભેદ નથી, પરંતુ ધૂપ દેતાં અગ્નિકાય, ચામર વીંજતાં વાઉકાય, અને અભિષેકમાં અપકાયની વિરાધના થાય છે. માટે એ દષ્ટિએ જે વિચારવા જઈએ તે પછી પ્રભુની દ્રવ્ય-પૂજા જ બની શકે નહિં.
એકેન્દ્રિયની વિરાધનાને પરિહાર ભગવાનની પૂજાના વિષયમાં જેઓ આગળ કરે છે અને ગૃહ-કાર્યમાં ડરવાવાળા નથી, તેઓ અભિનિવેશ મિથ્યાત્વી છે!” એમ શ્રીપંચાશક આદિ શાસ્ત્રોમાં પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી વિગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે. વિરાધનાને વાસ્તવિક ભય ક્યારે ?
યાદ રાખવું કે પુષ્પાદિકના જીવનું જે પ્રમાણ છે, તેના કરતાં અપકાય, વાઉકાય, અને અગ્નિકાયમાં જેની અવગાહના બારીક હેવાથી જન સંખ્યા ઘણા જ મોટા પ્રમાણમાં છે, તે શું ભગવાનને અભિષેક કરવા માટે તેઓ ઉકાળેલા પાણીને ઉપયોગ કરવાનું જણાવે છે ? ધૂપનું દહન નહિં કરતાં શું સુગન્ધી ચૂર્ણ ઉડાવવાનું જણાવે છે? ચામરે નહિં વીજતાં શું હવા લાવવાના લાકડાનાં બુગદા કરવાનું જણાવે છે? કહેવું