________________
૪
જોઈએ કે તે ફૂલ વધવાની વાતને નામે ભગવાજિનેશ્વર મહારાજની હાર–પૂજાને અન્તરાય કરવારૂપે પ્રભુ-પૂજાની શાસ્ત્રીય વિધિથી તેઓ અજ્ઞાનતાને જાહેર કરતા હોય છે.
કેટલાક અજ્ઞાનીએ ભગવાનની પૂજાના નિષેધ માટે જગ જગે પર એમ લવતા ફરે છે. કે ભગવાનની પૂજામાં ફૂલે ચઢાવાય તે ભગવાનને કપે નહિં, અને ફૂલે ચઢાવવાથી ભેગી બનાવવાનું થાય છે. આવાં શાસ્ત્રથી બહિષ્કૃત વાક્યની અસર ભગવાન જિનેશ્વર મહારાજના સ્થાપના–નિક્ષેપાને માનનાર અને પૂજનારાઓમાં પ્રચ્છન્નપણે કંઈક જડ ઘાલી ગઈ છે, એમ નિરૂપાયે માનવું પડે. કેમકે એમ જે ન હેત તે સંસારના પૃથ્વીકાય યાવત્ વનસ્પતિકાયના આરંભથી નહિં નિવર્સેલા એવા ગૃહસ્થોને ભગવાન જિનેશ્વર-મહારાજાઓની પુપાદિક–પૂજાઓમાં એકેન્દ્રિયની વિરાધનાની ધૃણા ઉત્પન્ન થાય કયાંથી? અને તે પૂજામાંજ આડખીલી કરવા કે જોહુકમી કરવા તૈયાર થાય જ કેમ?
જો કે શાસનપ્રેમીઓનું સદ્ભાગ્ય છે કે તેવા માર્ગથી, વિપરીત પણે બકનારા અને શાસનને ડહેલનારાની અસર વધારે થવા પામી નથી અને જે કંઈ અંશે તેવી ખેટી અસર કઈ કઈ જગે પર થઈ તે પણ સર્વથા નિર્મૂળ થતી જાય છે.
પોવાયેલાં અને ગુંથાયેલાં વિગેરે ફૂલથી પૂજા કરવી, એમ જણાવતાં શાસ્ત્રકાર ફૂલેના ઘણા પ્રકારે પૂજામાં હોય છે, એમ જણાવે છે. નહિંતર પ્રેતપુષ્પ વિગેરે લખત, પરંતુ પ્રેત, ગ્રથિત વિગેરે ભેદેવાળા ફૂલેની ભગવાન જિનેશ્વરમહારાજની પૂજા કરવામાં ઉપયોગિતા જણાવે છે.
ટીકાકાર મૂલગ્રન્થના વિચક્ષણ પદની વ્યાખ્યા કરતાં “અનેક પ્રકારની પૂજા કરવામાં ચતુર” એ જે અર્થ કરે છે, તે અર્થ ઉપર વિચક્ષણે ધ્યાન આપશે તે તેઓને માલમ પડશે કે ભગવાન