________________
૪૨.
આગમત પૂરથી મિશ્રિત એવું કેસર અને ચંદન લેવું અને તે કેસર-ચંદનથી પરમભક્તિ પૂર્વક શ્રીજિનેશ્વર-મહારાજનું વિલેપન કરવું. વિલેપનમાં પણ આચાર્ય મહારાજે ચન્દનની સાથે કેસરને
સ્થાન આપ્યું છે, માટે જેઓ ઘી વિગેરેમાં અગ્ય પદાર્થોની ભેળસેળ જાણવા છતાં તે ઘી ની શુદ્ધિ તરફ લક્ષ્ય જ માત્ર રાખે છે, પણ તેને વપરાશ બંધ કરતા નથી. અને પવિત્રતા માટે સર્ટીફિકેટ અને ચેલેન્જ બહાર આવ્યા છતાં ઘી ખાવાનું છોડી દેતા નથી. માત્ર કેશરનેજ અપવિત્રતાના જુઠા આરોપમાં લઈ જઈને છેડી દે છે, અને બાવાઓની માફક એકલી સુખથી ભગવાનની પૂજા અને કપાળે ટીલાં કરે છે તે ખરેખર માગને અનુસરવાવાળાઓ માટે લાયક નથી.
કેટલાક લેકેનું એમ કહેવું થાય છે કે, વિલેપન જણાવતી વખતે શાસ્ત્રકારે ચન્દન જણાવે છે અને પૂજાની ઢાળમાં પણ ચન્દનને અગ્રપદ આપી વિલેપન પૂજાને ઠેકાણે ચન્દનપૂજા એવું નામ આપવામાં આવે છે, માટે એકલા ચન્દનથી પૂજા કરવામાં અડચણ નથી. આવું કથન કરનારે ધ્યાનમાં રાખવું કે પંચાશકાદિ પ્રૌઢગ્રન્થોમાં માત્ર વરબ્ધ શબ્દ વિલેપન-પૂજાને માટે વાપરેલે છે, વળી કેટલાક ગ્રન્થકારે તે કેસર શિવાય એકલા ચન્દનથી પૂજન થાય નહિં એમ સ્પષ્ટ શબ્દોમાં પણ જણાવ્યું છે.
જો કે વિલેપનની અંદર કેસરનું માપ ઓછું હેઈને તથા ચન્દનનું માપ વિશેષ હેઈને પ્રાચુર્યતાએ ચન્દન પૂજા એ વ્યવહાર કરવામાં આવ્યું હોય, પરન્તુ શાસ્ત્રોમાં જ્યારે પંચવસ્તુ, શ્રાદ્ધદિનકૃત્ય વિગેરે પ્રૌઢશાસ્ત્રકારોએ વિલેપન પૂજામાં કેસરને મુખ્ય સ્થાન આપ્યું છે તે પછી કેસર વિના પૂજા થઈ શકે કેમ? સુરંગી અને સુગન્ધી પુષ્પોથી પૂજા થાય.
વિલેપનની પૂજા પછી પુષ્પની પૂજાને અંગે આચાર્ય શ્રીદેવેન્દ્રસૂરિજી મહારાજ જણાવે છે કે સારા સારા વર્ણવાળાં