________________
પુસ્તક ૧ લુ
૪૧
શાસ્ત્રકારા જણાવે છે કે ભગવાન જિનેશ્વર મહારાજની પૂજાના પ્રસગમાં તે વસ્તુ નિર્માલ્ય એટલે બીજી વખતે ચઢાવી શકાય નહિં. તેવી કહેવાય કે જે વસ્તુ ભાગદ્વારા તે દિવસે નષ્ટ થતી હાય અગર શૈભારહિત થતી હોય. અર્થાત્ અગલૂણાં આભૂષણ વિગેરે ચીન્તે ચડાવવા માત્રથી શેભા રહિત થતી નથી, અને ખીજી વખત પણ ઉષચૈાગમાં આવે તેવી તે રહે છે, માટે તેને નિર્માય કહી શકાય નઠુિં'. તેટલાજ માટે શાસ્ત્રારા ખુલ્લા શબ્દોમાં જણાવે છે કે “મોવિક દ્દન નિમ્નષ્ઠ વિત્તિ નીયસ્થા” અર્થાત્
*r
ભોગ થવાથી એટલે ઉપયાગ કરવાથી જે વસ્તુ તેના સ્વરૂપની અપેક્ષાએ કે શાભાની અપેક્ષાએ નાશ પામે તેને જૈનશાસનના વિદ્વાન પુરૂષો નિર્માલ્ય કહે છે, ધ્યાન રાખવું કે એક વખતે ઉપચેગમાં આવવા માત્રથી નિર્માલ્ય કહેવુ* હાત તે મોડુવત્ત' મુખ્ય નિમ્મટ એવું લક્ષણ કરત.
નિર્માલ્ય માટે અન્ય આચાર્યાંના શા મત છે?
આચાર્ય મહારાજ શ્રી શાન્તિસૂરિજીએ ચૈત્યવન્દનબૃહદ્ભાષ્યની અંદર પણ “ભાગમાં ઉપયોગ આવવા માત્રથી તે દ્રવ્યની નિર્માલ્યતા થતી નથી” એમ સ્પષ્ટ શબ્દેૌથી સાબીત કર્યું છે, અને શ્રીરત્નશેખરસૂરિજી મ. વિગેરે આચાર્યોએ પણ શ્રી શ્રાદ્ધવિધિ વિગેરે શાસ્ત્રોમાં નિર્માલ્ય-દ્રવ્યની વ્યાખ્યા કરતાં મેગથી વિનાશ પામેલા એવા દ્રવ્યને નિર્માલ્ય જણાવ્યું છે, એટલે ચઢાવવા માત્રથી કે વાપરવા માત્રથી નિર્માલ્ય થઇ જાય છે એવી માન્યતા શાસ્ત્રાનુસારે હાય એમ જણાતું નથી. વિલેપન કેસર સહિતજ હાય.
પૂર્વે જણાવ્યા પ્રમાણે સુગન્ધી પાણીથી અભિષેક અને સુગ'ધી વસ્ત્રોથી અંગલ છણાં કર્યાં પછી ભગવાન્ જિનેશ્વર મહારાજની પ્રતિમાનું વિલેપન કરવાનું જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે