________________
- ૩૮
આગમત એ ઉપરથી ભવ્ય પુરૂષે સહેજે સમજી શકશે કે ભગવાન જિનેશ્વરની પૂજામાં કેસર સિવાય બીજે કઈ મુખ્ય પદાર્થ હેય નહિં, જેવી રીતે પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ પૂજાને અંગે કેસરને અગ્રપદ આપ્યું છે, તેવી જ રીતે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ પણ શ્રીપંચવસ્તકની ટીકાની અંદર ભગવાનજિનેશ્વરના પૂજનમાં કેસરને અગ્રપદ આપેલું છે.
આ હકીકત વિચારનારે કેઈ પણ ભવભીરૂ મનુષ્ય હશે તે તે ભગવાન જિનેશ્વરના પૂજનમાં કેસરની આવશ્યકતા સ્વીકાર્યા શિવાય રહેશે નહિં. પ્રભુ પૂજનમાં પવિત્રતાના નામે ઉપગી દ્રવ્યોને માર્ગ બંધ ન કરાય.
ધ્યાન રાખવું કે ભગવાન જિનેશ્વરની પૂજાના ઉપગમાં આવતાં દરેક દ્રવ્ય પવિત્ર હોવાં જોઈએ, એમાં કઈ પણ પ્રકારે મતભેદ હેય નહિં, પરંતુ દ્રવ્યની પવિત્રતાના બેટા નામે પૂજનની વસ્તુઓને ઉપયોગ બંધ કરે એ કઈ પણ ભવભીને અંશે પણ શોભતું નથી, અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજની પૂજામાં કેસરની જે પ્રવૃત્તિ થાય છે તે, અને ચંદરવા પૂઠીયાં વિગેરે બંધાય છે તે બધી પ્રવૃત્તિ કેઈએ પણ કલ્પને નવી ઉભી કરેલી નથી, પરંતુ હજારો વર્ષોથી ચાલતી અને શાસ્ત્રોમાં કહેલી પ્રવૃત્તિ કઈ પણ પ્રકારે અનુચિત નથી. એટલું જ નહિ, પરતુ સર્વથા ઉચિત છે, એમ સ્પષ્ટપણે સમજી શકાશે.
આ હકીકત માત્ર સંગ્રહગાથાના વિવેચનમાં કહેવામાં આવી છે, તેથી મૂલઝના વિવેચનમાં જે જે પૂજા વિધિ કહેવામાં આવશે, તેમાં જે દ્વિરુક્તતા થાય તે તે દેષરૂપ નથી, એમ સમજજે. લાના હારે ચઢાવનાર ભાવિકને અંગ લૂછયું માટે કંજુસાઈપણું ન પાલવે.