________________
૩૬
આગમત દ્રવ્યથી પૂજેલા હોય તે તે પૂજાના રક્ષણને માટે અભિષેક પૂજાનું અ-નિયમિતપણું કરવામાં આવે તેમાં આશ્ચર્ય શું?
ઉપર જણાવ્યા પ્રમાણે અભિષેકનું જે કે અ-નિયમિત પણ છે, પરંતુ ઉપર જણાવેલી અપેક્ષાએ હેવાથી સામાન્ય રીતે તે અભિષેકને નિયમિત કરવાનું જ વિધાન ગણાય.
અભિષેક કરવાને વિધિ જણાવતાં શાસકાર કહે છે કે, ભગવાન-જિનેશ્વર મહારાજની પ્રતિમાને અભિષેક ચન્દન, કપૂર, સુગંધ ઔષધી કેસર આદિથી સુગંધતમ બનેલા એવા જળથી કરે. અભિષેક કરનાર કે હેય?
જેવી રીતે અભિષેક કરવામાં જળની વિશિષ્ટતા જણાવી તેવી રીતે અભિષેક કરનારની પણ વિશિષ્ટતા જણાવતાં શાસ્ત્રકાર
અભિષેક કરનાર શ્રાવક દેવેન્દ્રોએ કરેલા તે જન્માભિષેક આદિ અભિષેકેને મનમાં સ્મરણ કરી તેના અનુકરણમાં પિતાનું આ અભિષેકનું કાર્ય છે, એમ વિચારી અત્યંત ભક્તિવાળે થયેલે હે જોઈએ.
યાદ રાખવું કે જેવી રીતે પૂજાની વિશિષ્ટ-સામગ્રી પૂજા કરનાર અને દેખનારના ભાવેને ઉલ્લાસ કરી કર્મોની નિર્જર કરાવનારી થાય છે, તેવી જ રીતે બલકે તેથી અધિકપણે કરનારને ભાલ્લાસ નિર્જરાનું કારણ બને છે. માટે દરેક પૂજન કરનારે વસ્તુની વિશિષ્ટતા તરફ જેવો પ્રયત્ન કરવાનું છે, તે જ અગર તેથી અધિક પ્રયત્ન તે પૂજા કરનારે પિતાના ભલા માટે કરવાનું છે. અત્યંત વિશિષ્ટ-સામગ્રીથી ભગવાન જિનેશ્વરનું પૂજન કરનારા જેવી રીતે દેવકાદિકની પ્રાપ્તિ કરી શકે છે, તેવી રીતે માત્ર સિવારનાં કુલેથી પૂજા કરવાના વિચારમાત્રથી દુર્ગાતા-દરિદ્રીએવી ડેસીને જે દેવકાદિની પ્રાપ્તિ થઈ તે ભક્તિના પ્રભાવને ઓછું જણાવનાર નથી.