________________
પુસ્તક ૧ લું
૩૫ છે આ બધી હકીકત વિચારનારે સુજ્ઞ-મનુષ્ય કદી પણ એમ નહિં માનવા તૈયાર થાય કે ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજા કરતાં પ્રથમ અભિષેક–પૂજા તે જરૂર કરવી જોઈએ.
વળી અભિષેક-પૂજાને નિયમ રાખતાં પ્રથમ મહદ્ધિક શ્રાવકે કરેલી વિશિષ્ટતમ પૂજાને દૂર કરવાનો વખત આવે અને તેથી ભવ્ય-જીના ભાવેલ્લાસને ઘણે અન્તરાય કરવાને વખત આવે, આ વસ્તુ શાસ્ત્રકારના ધ્યાનમાં લેવાથી શાસ્ત્રકારોએ અભિએક-પૂજાનું નિયમિતપણું રાખ્યું નથી. સ્વામી સેવક ભાવ છે ખરો?
આ વાત તે જૈન જનતા અને જૈનશાસ્ત્રકારમાં પણ સારી રીતે પ્રસિદ્ધ છે કે તીર્થંકર મહારાજાએમાં કેઈપણ સ્વામી નથી. તેમ કેઈ પણ સેવક નથી, પરંતુ અનન્ત-જ્ઞાનાદિક-ગુણએ કરીને
શ્રી રાષભાદિક સર્વ તીર્થંકરે એકજ સરખા છે, છતાં પણ પ્રત્યેક મંદિરમાં જે એકેક મૂલનાયકજી તરીકે તીર્થંકરની પ્રતિમાની કલ્પના કરવામાં આવે છે, તે ભાવિક આત્માઓ તરફથી વિશિષ્ટ ભાલાસ કરનારી વસ્તુઓ ત્યાં ચઢાવાય અને તેવી વિશિષ્ટ વસ્તુઓ દેખીને દરેક ભવ્ય પ્રથમ-દર્શન કરતાં ભાવે લાસવાળા થાય, એ અપેક્ષાએ તીર્થકરો સરખા છતાં મૂલનાયક તરીકેની કલ્પના કરવામાં આવે છે, અને તેને અનુસાર તેઓની બેઠક પણ ઊંચી રાખવામાં આવે છે.
જે ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાના વિષયમાં ભવ્યના ભાલ્લાસને સ્થાન આપવામાં ન આવે તે પછી એક તીર્થકરનું મૂલનાયકપણું અને તેની ગાદી ઉંચી રાખવાનું થાય છે તે બને નહિ, અને જ્યારે ભાલ્લાસ માટે સરખા ગુણવાળા એવા તીર્થકરોની બેઠકમાં અને તેમના વ્યવહારમાં જે ભિન્નતા રાખવામાં આવે છે, તે પછી પ્રથમના મહદ્ધિક-શ્રાવકે ભગવાનને વિશિષ્ટ