________________
આગમજ્યાત
૩૪
અગર . પેાતાના નવા મતના કદાગ્રહમાં ડૂબી ગયેલા છે.
એમ ગણાય.
કહેવાનો મતલબ એટલી જ કે દરેક પૂજનમાં અભિષેક પહેલા કરવા જોઈએ એવા શાસ્ત્ર નિયમ નથી. અને મા વાત જો તે હઠીલા કદાગ્રહી દિગમ્બરા સાચી રીતે સમજે તે શ્વેતાંબરાના કાયમી તીર્થોમાં મહેરખાનીથી દશન કરવા આવવા દીધેલના ખાટો લાભ લઈ શ્વેતામ્બરાની કરેલી પૂજાને પ્રક્ષાલનના નામે ધાઈ નાંખવાના પ્રવૃત્તિ જે શિખરજી વિગેરે તીર્થોમાં તે તરફથી કરવામાં આવે છે તે કોઈ દિવસ પણ આવશે નહિં.
અભિષેક પ્રતિમા–વિશેષની અપેક્ષાએ કે અવસ્થા વિશેષની અપેક્ષાએ અ-નિયમિત છે એ વાત આ પ્રકરણમાં આગળ પણ પૂજામાં પુષ્પની મુખ્યતા કેમ છે? એ વાત જણાવતાં કહી ગયા છીએ.
પુનઃ પ્રક્ષાલ કયારે કરાય ?
વળી શાસ્ત્રકારોએ સ્પષ્ટ શબ્દોમાં સ્થાને સ્થાને જણાવ્યુ છે કે પ્રથમ ભગવાન જિનેશ્વર-મહારાજની જે ઉત્તમ પુષ્પ અને આભૂષણાદિ પૂજા થઇ હોય તે કરતાં જો અધિક પ્રમાણવાળી અને અધિક ઉલ્લાસ કરવાવાળી વસ્તુની સામગ્રી પાતાની પાસે ડાય તો તેનવા આવનાર શ્રાવક પ્રથમ ધારણ કરાવાયેલી સામગ્રીને ઉતારી અભિષેક વિગેરેની સર્વ પૂજા કરે, પરંતુ જો પેાતાની પાસે તેટલી બધી વિશિષ્ટ સામગ્રી ન હાય તા જિનેશ્વર ભગવાત્ ઉપર ધારણ કરાયેલી પ્રથમની વસ્તુએ ખસેડે નહિં, અર્થાત્ અભિષેક-પૂજા કર્યાં સિવાય પુષ્પાદિક શેષ-દ્રવ્યેથી દ્રવ્ય-પૂજન કરે, એટલુંજ નહિં, પરન્તુ પ્રથમ ધારણ કરાયેલી વસ્તુમાં પેાતાની પાસે રહેલી સામગ્રી તેવી રીતે ગાઠવે કે જેથી દશન કરનાર જીવાને અધિક ભાવાલ્લાસ થાય...