________________
૨૫
હમણાભ અને દેરાસરમાં પ્રવેશ કરી રંગમંડપમાં આવતાં ચાર ચૈત્યદ્વારની આગળ શરીરને અધું નમાવીને જે પ્રણામ થાય તે અવનત પ્રણામ કહેવાય, અને પ્રદક્ષિણા કરી ગર્ભથશાં પ્રવેશ કરતાં તથા ચૈત્યવંદન શરૂ કરતાં જે પંચાંગ ચણામ કરાય તે પંચાંગ પ્રણિપાત નામને પ્રણામ ગણાય. આ પ્રણામત્રિક ગણાય. ( ૪ પૂજાવિક ભગવાન જિનેશ્વર મહારાજની સ્નાત્રવિલેપનાદિએ કરાતી અંગપૂજા,નૈવેદ્ય-ધૂપાદિકે કશતી અગ્રપૂજા અને ચૈત્યવંદનથી કરાતી ભાવપૂજ એમ ત્રણ પ્રકારની પૂજાઓ તે પૂજાવિક ગણાય. - પ. અવસ્થાત્રિક-ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમા હેપર પરિકરમાં જે પૂજન કરનારા અને અભિષેક કરનારા દેવતાઓને આકાર હોય છે તે દ્વારા ભગવાનને જન્માભિષેક વિચારી જન્માવસ્થારૂપ છદ્મસ્થ-અવસ્થા ભાવવી.
તેવી રીતે કેશરહિત મુખ દેખી શ્રામય-અવસ્થા જે વિચારાય, તે પણ છદ્મસ્થ-અવસ્થા ગણાય. * પ્રાતિહાર્યોએ કેવીલપણું વિચારાય અને પર્યકાસનથી સિદ્ધપણું વિચારાય.
આ ઉપરથી નકકી થાય છે કે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમા સમવસરણ અવસ્થાની હોતી નથી. પરંતુ સિદ્ધ-અવસ્થાની હૈય છે. સમવસર-અવસ્થાની પ્રતિમા કરનારાને છઘંસ્થાવસ્થાની કે સિદ્ધાવસ્થાની પ્રતિમા ભાવવાને લાભ ન રહે. ભગવાન જિનેશ્વર મહારાજની પ્રતિમાને જે પર્યકાસને નિવેશ કરવામાં આવે છે, તે માત્ર જિનેશ્વર ભગવાનની સિદ્ધાવસ્થાને અનુસરીને