________________
આગમત સદ્ધિમાન શ્રાવકે ઉપર જણાવ્યા પ્રમાણે હાથી, ઘોડા વિગેરે સાથે, કુટુંબ અને મિત્રવર્ગની સાથે, પુષ્પાદિકપૂજાના સર્વ ઉપકરણની સાથે, ગ્રામચેત્યે પૂજા કરવા જવા માટે જે જણાવ્યું છે, તેનું કારણ શાસનની પ્રભાવના છે, તે માટે તેઓશ્રી રપષ્ટ શબ્દોમાં જણાવે છે કે ભવ્યજીને ઉત્તમ એ મેશને માર્ગ દેખાડતે રદ્ધિમાન શ્રાવક-શાસનની પ્રભાવના કરતે કરતે ગ્રામ-ચૈત્યમાં જાય.
આવી રીતે ગ્રામત્યમાં આડંબરપૂર્વક પૂજા કરવા જતા દેખીને અનેક ભવ્ય-જેને તે પરમપૂજ્ય એવા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનને જણવેલા મેક્ષમાર્ગ તરફ પરિણામ થાય અને તેવા ભવ્યજીને આ ભવે કે ભવાંતરે જે પરિણામ મેક્ષમાર્ગના થાય તેનું કારણ આડંબરથી ગ્રામત્ય જનારો ઋદ્ધિમાન શ્રાવક બને. ઋદ્ધિમાન શ્રાવકને આડંબરથી ગ્રામચેત્યે પૂજા કરવા તે દેખીને લેકમાં કેવી રીતે શાસનની પ્રભાવના થાય તે જણાવતાં પૂ. આ. શ્રી. દેવેન્દ્રસૂરિજી લેકેના વા નીચે પ્રમાણે જણાવે છે.
આ અદ્ધિમાન શ્રાવક કે જે આવા આડંબરથી ભગવાન જિનેશ્વરની પૂજા કરવા જાય છે, તેને ધન્ય છે! આવીરીતે આડંબરથી પૂજા કરનાર ઋદ્ધિમાન શ્રાવકના જન્મને ધન્ય છે !
આવી રીતે આડંબરપૂર્વક ભગવાન જિનેશ્વર મહારાજની પૂજા કરનારને મળેલ મનુષ્યજન્મ ખરેખર સફલ છે. * આ અદ્ધિમાન શ્રાવકને ભગવાન જિનેશ્વરને વિષે બાહ્યપ્રતિપત્તિરૂપ (સેવા) ભક્તિ અપૂર્વ છે
આ ઋદ્ધિમાન શ્રાવકને રૂવાંટાં ઉભા થવા વગેરેથી જણાતી જિનેશ્વર મહારાજની ભકિત અપૂર્વ છે.
શરીર-શુદ્ધિ, પવિત્ર વેષ, પૂજાની સામર્થી વિગેરે આડબરથી પૂજા કરવા જનારા આ ઋદ્ધિમાન શ્રાવકને ભગવાન જિનેશ્વરની પૂજામાં અતિશય આદર છે.