________________
પુસ્તક ૧ લું છે કે ભગવાન જિનેશ્વરમહારાજની પૂજામાં પુષ્પનું સ્થાન કેટલું જરૂરી અને ઝળહળતું છે? તે ઉપરની હકીકતથી સમજી શકાશે અને તે જે વાસ્તવિક રીતિએ સમજાશે તે શાસ્ત્રકારોએ ઠેકાણે ઠેકાણે દ્રવ્યપૂજાના સ્થાનમાં પૂષ્પાદિપૂજા કેમ જણાવી છે? તેને તેને ખુલાસો થઈ જશે. સર્વવિરતિવાળાને દ્રવ્યપૂજા માટે નિષેધ કેવી રીતે?
શાસ્ત્રકારમહારાજા સાધુમહાત્માઓ કે જેઓ યાજજીવને માટે હિંસાદિક સર્વ-સાવધોથી ત્રિવિધ-ત્રિવિધ વિરતિવાળા હોય છે, તેથી તેઓને દ્રવ્યસ્તવ એટલે દ્રવ્યપૂજા કરવાની હતી નથી, એટલે કે તેઓને દ્રવ્યપૂજાને નિષેધ હોય છે. પરંતુ તે નિષેધ જણાવતાં પણ શાસકારે પુરૂાં છંતિ અર્થાત્ ભગવાન જિનેશ્વરમહારાજની દ્રવ્યપૂજામાં પુપાદિક સામગ્રી જરૂર જોઈએ અને તે પુરપાદિકને સવ–સાવદ્યથી ત્રિવિધ-ત્રિવિધ વિરમેલા મહાત્માઓ ન ઇચછે એટલે તેવા મહાત્માઓને પુપાદિકથી દ્રવ્યપૂજા ન હોય એમ જણાવવામાં આવ્યું છે.
આ સ્થલે પણ સાધુ–મહાત્માઓને સ્નાન ન હોય, સાધુમહાત્માઓની પાસે વિલેપન વિગેરેના પદાર્થો ન હોય, અને તેથી તેઓ ભગવાન જિનેશ્વરની દ્રવ્યપૂજા ન કરે. એમ ન જણુવતાં પુષ્પાદિકને ન ઈ છે માટે સાધુમહાત્માઓને દ્રવ્યપૂજન ન હોય એમ જે જણાવ્યું છે, તે ભગવાન જિનેશ્વરની દ્રવ્યપૂજામાં પુછપની પ્રધાનતાને જણાવવામાં ઘણું ઉપયોગી છે.
આડંબરનું મુખ્ય ધ્યેય શાસન-પ્રભાવના અને બોધિબીજનું કારણ
આ બધી વસ્તુ વિચારનારે મનુષ્ય પૂ. આ. શ્રી દેવેન્દ્રસૂરિજીએ ગ્રામચેત્યે જતી વખતે અદ્ધિમાન શ્રાવકે ગ્રામચેત્યમાં ભગવાનની પૂજા કરવા માટે જે દ્રવ્યો લઈ જવાનાં જણાવ્યાં તેમાં પુરપાદિ એમ કહીને ફુલને પ્રધાનપદ કેમ આપ્યું છે! તેને ખુલાસે સમજી જશે.