________________
શ્રી વર્ધમાન સ્વામિને નમ:
તત્ત્વપ્રેમી જિજ્ઞાસુ આગમ-ભક્ત વિવેકી પુણ્યાત્માઓને !
અત્યંત ઉપયોગી તરવપ્રેમી-ભજનનો રસથાળ આગમ-રહસ્યદ્વારક, શાસ્ત્રના તલસ્પર્શી વિવેચક, જિનશાસન-પ્રખર-પ્રભાવક, આમિક-પદાર્થોની છણાવટ પૂર્વક સરળ-શૈલિએ બાલાજીના પ્રતિબોધક, શ્રી દેવસૂર-તપગચ્છસામાચારી-સંરક્ષક, વાદી-મદ-ભંજક, પ્રખર-પ્રૌઢ–પ્રતિભાસ્વામી, જૈન-આગમમંદિર-સંસ્થા-સંસ્થાપક, ધ્યાનસ્થ સ્વ. પૂ. શ્રી આગમેદ્ધારક આચાર્યદેવશ્રી શાસનહિતકર, અનેકવિધ સંયમાનુકૂળ પ્રવૃત્તિઓમાં ગૂંથાયેલ છતાં શાસન પ્રભાવનાના. કાર્યોમાં યથાશય પ્રેરણા આપવાનું ચૂકતા નહીં !
તે રીતે તેઓશ્રીના ઉપદેશથી ધર્મમાર્ગો પાણીની જેમ લક્ષમીને છૂટે હાથે વાપરનાર ઉદાર-ચેતા મહામના શેઠશ્રી પિપટલાલ ધારશીભાઈ જામનગરવાળાને શ્રી સિદ્ધાચલ મહાતીર્થના છરી પાળતા સંઘ સાથે તીર્થયાત્રા કરવાકરાવવાના મનોરથા થયા.
ત્યારે પૂ આગમેદ્દારશ્રીએ સાત ક્ષેત્રમાં લક્ષ્મીના સદુવ્યયની મહત્તા સમજાવવા સાથે તીર્થયાત્રા-સંઘયાત્રાના ધાર્મિક મહત્વને સમજાવેલ.
તેને અનુરૂપ વિવેકી આરાધક-પુણ્યાત્માએ વિશિષ્ટ રીતે તીર્થયાત્રાના સ્વરૂપને સમજી શકે તેથી અનેક વિવેકીઓની આગ્રહભરી વિનંતિથી “સિદ્ધચક્ર” પાક્ષિકમાં શ્રીસંઘના. પ્રસ્થાન પૂર્વે ચોમાસા દરમ્યાન મહત્વપૂર્ણ તાત્વિક-પદાની સમજુતીવલી “શ્રી તીર્થયાત્રા-સંઘયાત્રા” લેખમાળા લેકવિધ પ્રવૃત્તિઓમાંથી પણ સમય મેળવી લખવી શરૂ કરી. '