SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૧૯ જે લેખમાળા ઘણુ લાંબા ગાળા સુધી ચાલુ રહેલ. આ લેખમાળામાં તીર્થ, તેનું સ્વરૂપ, તેની મહત્તા, યાત્રા-સંઘયાત્રા –તીર્થયાત્રા આદિ અંગે શાસ્ત્રીય માહિતીઓ ઢગલાબંધ છે જ! પણ તે ઉપરાંત પ્રાસંગિક વિષમાં અનેક મહત્વની બાબતે પણ ખૂબ સરળ દાખલા દલીલે સાથે આવી છે. જેમાંથી બાલ અને તત્વજ્ઞજી તીર્થયાત્રા અંગે ઘણું તાત્વિક માહિતીઓ મેળવી શકે. પૂ. આગમેદારક-આચાર્યદેવશ્રીના ચિંતન-મનનના સાગરમાંથી ઉભરાયેલ આવી તાત્વિક–બાબતે જિજ્ઞાસુ-તત્વપ્રેમી પુણ્યાત્માઓ સમક્ષ ઉપસ્થિત કરવાના શુભ-આશયથી પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના મંગળ-આશીર્વાદથી વિ. સં. ૨૦૨૨ માં “આગમતને ઉદ્દભવ થયે છે. તેના પ્રથમ પુસ્તકમાં આવા વિશિષ્ટતાત્તિક-લેખે, નિબંધે આપવાના રણ મુજબ નવમા વર્ષના પ્રથમ-પુસ્તકથી તીર્થયાત્રા સંઘયાત્રા” લેખમાળા શરૂ કરી છે. તેને આ છઠ્ઠો હસ્તે આ વખતે લખાય છે. જિજ્ઞાસુ વાચકે આ લેખમાળાના તાત્વિક-ગંભીર પદાર્થોને જ્ઞાની ગુરૂ મ, ના ચરણોમાં બેસી રહસ્યગ્રાહી-દષ્ટિથી વાંચવા-વિચારવા યોગ્ય પ્રયત્ન કરે. આપાતતઃ અસંગત લાગતી બાબતે પણ ગૂઢાર્થ–પૂર્ણ હેય છે. એ વાતને પ્રત્યક્ષ અનુભવ વિવેકી-વાચકને પૂજ્યશ્રીની લેખમાળાથી થશે. માટે યોગ્ય જ્ઞાની-ગીતાર્થ-ગુરૂ ભગવંતના ચરણમાં બેસી આ લેખમાળાના રહસ્યને અવધારવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy