________________
પુસ્તક ૧૯ રાજ્ય-સંબંધી ભવિષ્યમાં ઉદય થાય એ ઇચ્છાએ પણ ભગવાન શહાવીર મહારાજાની સેવા કરવા આવે તે પછી નજીકના રહેનારા નજીકના રાજ્યવાળા શ્રેણિક આદિ ભગવાન મહાવીર મહારાજની સેવા કરવા આવે તેમાં આશ્ચર્ય શું? | આટલું વિવેચન કરવાની જરૂર એટલી જ છે કે મહારાજા શ્રેણિક ભગવાન મહાવીર તરફથી શાસનની સ્થાપનાને લીધે શક્તિવાળા હતા એમ નહિં, પણ ભગવાન મહાવીર મહારાજાના આયકાલથી તેઓ ભક્ત હતા એમ જણાય છે.
આવી રીતે પૂર્વ-સંબંધથી વિચારતાં શાસનની સ્થાપના પછી શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર તરફ ઘણા સમાગમમાં આવે અને તેના પ્રતાપે અદ્વિતીય અને અસાધારણ ધર્મ ભાવના ધરાવે અને શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તરફ ભક્તિભાવ ધરાવે એમાં આશ્ચર્ય નથી.
યાદ રાખવાની જરૂર છે કે શ્રેણિક મહારાજા ભગવાન મહાવીર મહારાજાના પરમ ભક્ત હતા, એની પ્રતીતિ અનેક લખત શ્રેણિક મહારાજે કરેલ શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના વંદન-મહોત્સના શ્રી ભગવતીસૂત્રના સ્પષ્ટ ઉલેખેથી થાય છે. | દશાશ્રુતસ્કંધઆદિના કથનથી પણ એ વાત સહજ સમજાય છે કે મહારાજા શ્રેણિક ઘણુ ઠાઠમાઠથી અને અંતઃપુરની રાણીઓને સાથે લઈને શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા ગયા હતા, અને એ અરસામાં ન બતના નિયાણાનું સ્વરૂપ અને તેમાં દરેકથી થતા જાત-જાતનાં તુકશાને જણાવવામાં આવેલાં છે. છે. છતાં શ્રમણ ભગવાન મહાવીરની પર્ષદાનું વર્ણન nતાં ભગવાન મહાવીર શ્રાવક પર્ષદાનું વર્ણન શ્રી કલ્પસૂત્ર રોમાં કરવામાં આવે છે, તેમાં શ્રેણિકદિ શ્રાવકેને ન ગણાવતાં હિ, પુષ્કલી આદિ શ્રાવકને ગણાવવામાં આવે છે. તેનું કારણ