________________
આગમન માટે જ માતા ત્રિશલાનું નામ જ વિદેહરિ એમ કહેવામાં આવ્યું. એટલું જ નહિં પણ ભગવાન મહાવીર મહારાજને લીધે તે વૈશાલી રાજકુળ અત્યન્ત રાજી રહેતું અને તેમાં વળી જ્યારે એણિક–મહારાજને ત્યાં ગયેલી ચેલણને લીધે ચેડા મહારાજા અને તેના કુળને વારંવાર શેકવું પડતું, અને ઉપકો થતા હતા ત્યારે માતા ત્રિશલાના નન્દન ચૌદ સ્વોથી જેઓએ ગર્ભમાં આવવાની સાથે જ પિતાની ઉત્તમતા સૂચવી છે, તેવા ભગવાન મહાવીર મહારાજને લીધે તે વૈશાલી ત્રિશલામાતા તરફ અદ્વિતીય-પ્રેમ ધરાવે તેમાં આશ્ચર્ય છે
આજ કારણથી એવી રીતે માતા ત્રિશલાનું બીજું નામ વિદેહદત્તા થયું હતું. તેવું ત્રીજું નામ વિહુરૂરિ અર્થાત વિદેહને પ્રીતિ કરનારી એવું થયું.
વાચકોને યાદ રહે કે ચેડા મહારાજની વિશાલા એ વિદેહ-દેશની રાજધાની હતી.
આટલા ઉપરથી શ્રીમદ્દ ભગવાન મહાવીર મહારાજાના પિતા સિદ્ધાર્થ મહારાજા અને મહારાજા શ્રેણિકના પિતા પ્રસેનજિત-મહારાજાના દેશની નિકટતા અને રાજ્યની નિકટતા હેવા સાથે શ્રીસિદ્ધાર્થ મહારાજાનું કૌટુંબિક ઉંચા પણ કેટલું બધું ? અને કેવું હતું? એ સમજી લેવાથી પરસ્પર કૌટુંબિક સંબંધ પણ સમજી શકાશે.
આવી સ્થિતિમાં જ્યારે માતા ત્રિશલાને ચૌદ સ્વપ્ન સિંહગજ-વૃષભાદિને આવ્યાં. અને તે સ્વપ્નના ફલની પૃચ્છા, તથા તેને નિર્ણય સભા-સમક્ષ થયે, તે સભામાં સ્વપ્ન પાઠકેદ્વારા જ મહારાણી ત્રિશલાને ભવિષ્યયુગ કથંચિત્ ચક્રવતી માતા તરીકે થશે એમ જાહેર થયું, ત્યારે દૂર દૂર પણ પ્રસરેલી તે વાર્તા હોય, અને તેથી દૂર દૂર રહેનારા ચંપ્રદ્યોતન અને ઉદાયન વગેરે રાજા સરખા રાજકુમારે કેવળ કૌટુંબિક–સંબંધથી નહિં, પણ