________________
આગમતા રાજને પાપી અને અભવ્ય દ્રવ્યથી પણ દેખી શકતા નથી. આ પવિત્ર પુંડરિકગિરિ સર્વ કાળને માટે પ્રાયઃ શાશ્વત છે.
આ પવિત્ર પુંડરીકગિરિ ઉપર શ્રી નેમિનાથજી ભગવાન શિવાયના ત્રેવીસે શ્રી તીર્થકર ભગવાને સમવસરણ થયેલું છે. આ પવિત્રતમ પુંડરીકગિરિ અન્યમહાત્માઓના ચરણકમલર્ની પવિત્રતા દ્વારા પવિત્ર થયેલ છે એમ નહિ, પરંતુ આ પવિત્ર પુંડરીકગિરિ પવિત્ર-મહાત્માઓને ઉત્પન્ન કરનાર છે.
જે કે અહીદ્વીપમાં કઈ પણ સ્થલ એવું નથી કે જ્યાં અનન્તજીવે મોક્ષે ન ગયા હોય, પરંતુ એ સર્વ મુક્ત થયેલા છે પિતાના આત્મબલથી ત્યાં ત્યાં મુક્ત થયેલા છે જ્યારે આ પવિત્રતમ પુંડરીકગિરિ એ પિતાના પ્રભાવથી મહાત્માઓને મહાત્મા. બનાવી મુક્તિપદને આપના છે,
આ ઉત્તમોત્તમ પુંડરીકગિરિરાજની એટલી બધી ઉત્તમતા છે કે ભગવાન શ્રીષભદેવજીએ પિતાની સાથે વિહાર કરવાને તૈયાર થયેલા શ્રીપુંડરીકસવામીજીને પોતાની જોડે નહિ આવવાનું જણાવી આ પવિત્રતમ પુંડરીક ગિરિરાજના પ્રભાવથી તમને અને તમારા આખા પરિવારને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થવા સાથે મુક્તિની પ્રાપ્તિ થશે. માટે તમે આ પવિત્ર ધામરૂપ શ્રીપુંડરીકગિરિ ઉપરજ રહે એમ શ્રીમુખે ફરમાવી પરિવાર સહિત એવા શ્રી પુંડરીકસ્વામિજીને કેવળજ્ઞાન અને મેક્ષની પ્રાપ્તિ માટે પવિત્ર ગિરિરાજ ઉપર રોક્યા.
આવા અસીમ મહિમાવાળા અને પ્રભાવશાળી ગિરિરાજની યાત્રાને પવિત્રતમ મોટામાં મોટે દિવસ તે આજ કાર્તિક શુક્લા પૂર્ણિમાને છે. માટે સર્વ ભવ્યજીએ પવિત્રતમ-ગિરિરાજની આરાધના માટે આ દિવસની પવિત્રતાને ઉપગ કરવા કટિબદ્ધ થવું જ જોઈએ.