________________
આગમત આદિ દિવસ એટલા માટે કહેવામાં આવે છે કે શ્રાવકપણાના સામાન્ય ધમને ઉદ્દેશીને આષાઢ શુકલ પૂર્ણિમા પછીના વર્ષાઋતુના ચમાસાના દિવસોમાં ગ્રામાંતર કરવાનું હોય નહિ અને સામાન્ય લેકેને પણ વર્ષાઋતુમાં શ્રાવકની માફક દયાને લીધે નહિ તે પણ મુસાફરની અગવડની ખાતર પણ ગ્રામાંતર જવાનું હોતું નથી, અને તેથી આ કાર્તિકી પૂર્ણિમાને દિવસે વર્ષા-ચતુમસને અંત આવતે હાઈજે યાત્રા કરવામાં આવે તે વર્ષની અપેક્ષાએ આદિ તીર્થયાત્રા કહેવાય.
આ કારણથી જૈનેની સારી વસતિવાળા દરેક સ્થાનમાં શ્રીસિદ્ધગિરિ ક્ષેત્રથી દૂર હોવાને લીધે સાક્ષાત્ તે ગિરિરાજની યાત્રા ન થઈ શકે તે પણ તે આદિ તીર્થયાત્રા અને સિદ્ધાચલ ગિરિરાજના દર્શનનો લાભ લેવાય તે માટે તે ગિરિરાજના પટો ગિરિરાજની દિશાએ ગામ બહાર બંધાવીને પિતાના સુકૃતનું સિંચન કરે છે.
સર્વ જૈનેને અંગે આ આ એકજ અપૂર્વ દિવસ છે કે જે દિવસે સર્વ ભાવિક જેનેથી આદિ તીર્થયાત્રાને અંગે અને તેમાં વળી શ્રી સિદ્ધગિરિ જેવા એરવતાદિ ચૌદ ક્ષેત્રમાં ન મળી શકે તેવા અપૂર્વ તીર્થને અંગે ગામ બહાર જઈ પટનાં દર્શન કરી તીર્થયાત્રાને અપૂર્વ લાભ મેળવતે હોય.
સામાન્યરીતે વર્ષની ત્રણ ચમાસી કહેવાય છે, તેમાં પણ અતિશય પવિત્રતાને ધારણ કરનારી જે કઈપણ ચોમાસીની તિથિ ગણાતી હોય તે તે માત્ર કાર્તિક શુક્લ પૂર્ણિમારૂપીજ
માસાની તિથિ છે. આ કાર્તિક શુકલા પૂર્ણિમાને ઉદ્દેશીને જૈનજનતાની વસતિવાળાં દરેક સ્થાને પવિત્રતમ ધામરૂપ એવા પુંડરીકગિરિરાજને યાદ કર્યા સિવાય રહેતા નથી. જે જે જે મનુષ્ય શક્તિ અને સાધન સંપન્ન હોવા સાથે તે પુંડરિકગિરિરૂપ પવિત્ર ધામની યાત્રા કરવાને વર્યા-ઉલ્લાસ ધારણ કરી શકે છે