________________
આગમત
છે. તે ઉપરથી પણ સ્પષ્ટ થાય છે કે ઉપધાનની માલા પણ દેવદ્રવ્યની વૃદ્ધિને માટે ઉત્સર્ષણ એટલે ઉછામણી કરવાપૂર્વક લેવી જોઈએ, અને તે ઉછામણીનું દ્રવ્ય દેવદ્રવ્યમાંજ જવું જોઈએ.
આ ઉપરથી જુજ લેકે માત્ર કલ્પિતપણે કહે કે ઉછામણું એટલે બેલી, તે માત્ર કલેશનિવારણ માટે છે, અને શામાં બેલી બેલવાનું કે બેલીનું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે લઈ જવાનું વિધાન છેજ નહિ. તેઓએ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રાદ્ધવિધિને માલાસંબંધી તથા ઉત્સર્ષણ એટલે ઉછામણુપૂર્વક આરતિ ઉતારી દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાને લેખ જેવા પરિશ્રમ ઉઠાવે. કલેશનિવારણ માટે બેલી છે એવું કહેનારે એકજ કુટુંબના અને તે વળી એકજ ઘરના મનુષ્ય પરસ્પર ઉછામણ યાને બેલીમાં વધારે કરે છે તે વાત તથા બેલીની વખતે જરા પણ આંખમાં કલેશન જડ એવી લાલાશ નહિ આવતાં કેવળ ઉત્સાહને જ રંગ હોય છે, અને વળી એટલી બધી જૈનસંઘની સ્થિતિ અણસમજભરેલી નથી કે જેથી બેલી સિવાય તે કલેશ નિવારી શકે નહિ. દેવદ્રવ્યની વૃદ્ધિ માટે ઉછામણી કરવાને પાઠ અને બનાવ એક સળમા સૈકાને છે એમ નહિ, પણ એનાથી પણ ત્રણ સૈકા પહેલાં પેથડશાએ શ્રીગિરનારજી ઉપર છપન ઘડી સોનાની બલી કરી એન્ટ્રીમાલા પહેરેલી છે. અને તે બધું તેનું દેવદ્રવ્ય તરીકે ગણાયું છે. એ વાતપેથડશાના ચરિત્રને જાણનારાઓથી અજાણ નથી. ખુદ કુમાર-- પાળ મહારાજની વખતે પણ શ્રી શત્રુંજય ઉપર દેવદ્રવ્યની વૃદ્ધિ માટે બોલી થએલી છે અને તેનું દ્રવ્ય દેવદ્રવ્ય તરીકેજ ગણાએલું છે, તથા દેવભંડારમાંજ ભગવાનના દાગીનામાં અપાયેલું છે એ વાત પણ કુમારપાળ મહારાજના ચરિત્રને જાણનારાઓથી અજાણી નથી.
(ક્રમશઃ)