________________
પુસ્તક ૩ જું
૩૫ હારાજની આગળ પાટ ઉપર પધરાવે છે, અને તે વખતે સાંજે પણ અધિવાસના તરીકે ગુરુમહારાજા તે દરેક માળાઓને મંત્રથી પવિત્ર થએલા વાસક્ષેપથી અલંકૃત કરે છે, અને તે માળાઓ બીજે દિવસે નંદીની વિધિ કરવા પૂર્વક ગુરુમહારાજા મંત્રીને પહેરાવનારને આપે છે પછી તે પહેરાવનાર અત્યંત હિતિષી હેઈને ઘણાજ ઉલ્લાસ અને ભાવથી પોતપોતાના સંબંધી એવા ઉપધાન વહન કરનારને પ્રભુજીની સમક્ષ પહેરાવે છે.
આ બધી ક્રિયાનું એટલે માલાપણનું વિધાન શ્રીમહાનિશીથ સૂત્રમાં ચેખા શબ્દોમાં કહેલું હોવાથી કેઈપણ શ્રદ્ધાળુ મનુષ્ય તેને માત્ર રૂઢિ તરીકે ગણી શકે નહિ. માલાનું દ્રવ્ય
ઉપધાનને અંગે ઉપર જણાવેલી પહેરાવવામાં આવતી માળા એ આજકાલની નહિ પણ સેંકડો વર્ષોથી ઘણુજ કિંમતી થાય છે એમ શ્રી વિજયસેનસૂરિજી મહારાજે શ્રી સેનપ્રશ્ન માં માતાના સ્વર્ણ–રજતાદિ દ્રવ્યની દેવદ્રવ્ય તરીકે ગણતરી કરીને ચેખા શબ્દથી જણાવેલ છે, - આ ઉપરથી આ માલાના પરિધાનને અંગે જે બેલી બેલાય છે અને તેની જે ઉપજ આવે છે તે સર્વ ઠેકાણે દેવદ્રવ્યમાં જાય છે અને તે દેવદ્રવ્યમાંજ જવી ગ્ય છે કેઈક અજાણુ કે શ્રદ્ધાની ન્યૂનતાવાળા મનુષ્ય કદાચ આગ્રહને ખાતર કેઈક જગે પર તે માલાની બેલીને દ્રવ્યની વ્યવસ્થા જ્ઞાનખાતાને અંગે કરી તેમાં પણ તે સ્થાનના અને અન્ય સ્થાનના સંઘેએ તથા શાસ્ત્રાનુસારી મુનિમહારાજાઓએ તે કાર્યને અનુચિત જાહેર કરેલું છે અને પરંપરાથી સર્વ ગચ્છવાળા માલાની બેલીના દ્રવ્યને પણ દેવદ્રવ્ય તરીકે જ ગણે છે.
આચાર્ય મહારાજ શ્રી રત્નશેખરસૂરીશ્વરજી શ્રી-શ્રાદ્ધવિધિ ગ્રંથમાં દેવદ્રવ્યવૃદ્ધિના અધિકારમાં એન્ટ્રી અથવા બીજી પણ માલા દેવદ્રવ્યવૃદ્ધિને માટે લેવી એમ ચેખા શબ્દોમાં જણાવે