________________
૩૪
આગમત મનુષ્ય ઉપધાનમાંથી નીકળ્યા પછી ત્રિકાલ ચૈત્યવંદન કરવાને પણ સંસ્કાર ન રાખે તે ખરેખર તે તપ, જપની ક્રિયાને શેભા દેનારે ગણાય નહિ, માટે અન્ય કેઈ પણ અભિગ્રહ દેવાતા હોય તે પણ શાસ્ત્રકારે જણવેલા આ અભિગ્રહની પ્રથમ નંબરે જરૂર છે.
માલા-આરે પણ કરવાનું કામ મુખ્યતાએ ગુરુમહારાજનું છે. કેમકે માળા એ ઉપધાનની સમુદેશ, અનુજ્ઞાની ક્રિયાનું ચિહ્ન છે, અને તે ક્રિયા કરાવનાર ગુરુમહારાજ જ હોય છે, માટે તે માલાનું આપણું ગુરુમહારાજ કરે એ સ્વાભાવિક છે, અને તેથી જ મહાનિશીથ સૂત્રમાં સાથેન ઉમધેનુમાવવાળા કુળ અર્થાત જેને પંચમંગલમહાકૃતસકંધ આદિના સમુદેશ અને અનુજ્ઞા કરવામાં આવ્યાં છે, તે મનુષ્યના બેએ ખભે ગુરુમહારાજે માલા સ્વહસ્તે આરોપણ કરવી એમ સ્પષ્ટ લેખ છે,
પણ વર્તમાનમાં સેંકડો વર્ષોથી અત્યંત હદયમાં હિત ધરાવનાર સાંસારિક વ્યક્તિ તરીકે ભાઈ બહેનને અને બહેન ભાઇને પહેરાવે છે, પણ તે માલા વર્તમાનમાં પણ ગુરુ મહારાજ મંત્રીને આપે છે ત્યારે તે માલા પહેરાવે છે.
આગળ કહી ગયા છીએ કે આવી માતાનું પહેરવું જિંદગીમાં એકજ વખત હેય છે, અને તેથી તે માલાને અંગે ઉપધાન વહેનારાઓને અનેરેજ ઉત્સાહ હેવાથી માલા પહેરવાના પહેલે દિવસે માલાને વરઘોડે ઘણીજ ધામધુમથી ચઢાવવામાં આવે છે, અને તે માલાઓ સેના, રૂપાના કે તેવા ઉત્તમ થાળમાં પધરાવી અત્યંત કિંમતી રૂમાલથી અલંકૃત કરવામાં આવે છે, અને તે માલાના થાળની સાથે અનેક થાળાઓ પકવાન મિઠાઈ, મેવા વગેરેથી ભરીને વરઘોડામાં સાથે રાખે છે. જેવી રીતે આ નૈવેદ્ય ફળ-ફળાદિ રાખે છે, તેવી જ રીતે મંદિરની પૂજાનાં ઉપકરણે અને જ્ઞાનનાં ઉપકરણે પણ વૈભવ અને ઉદારતા ગુણવાળા ભાવિકે સાથે રાખવામાં ચૂકતા નથી,
આવી રીતે ધર્મને ઉદ્યોત અને જૈનશાસનની પ્રભાવના કરવા માટે માળાઓને વરઘડે કાઢી સાંજે તે માળાઓ ગુરુમ