SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩ જું ૩૩ આવી રીતના ભગવાન મહાનિશીથસૂત્રકારના સ્પષ્ટ શબ્દને જેનારે અને જાણનારે મનુષ્ય જે શ્રદ્ધાયુક્ત અને આસન સિદ્ધિવાળે હોય તે માલારોપણને દિવસે થતા એછવ, મહેશ્વ, દાન, સાધર્મિક ભકિત અને વરઘડા વગેરેના કાર્યોને અત્યંત ઉચિતજ ગણે અને તેમ ગણે તે સ્વાભાવિકજ છે. મૂળવિધિએ પંચમંગલમહાશ્રુતસ્કંધાદિ છએ શ્રુતના ઉપધાન વહન થયા પછી માલારે પણ હેય છે, અને વર્તમાનમાં પંચમગલમહાશ્રુતસ્કંધ, પ્રતિક્રમણશ્રુતસ્કંધ અને અહંતુ ચૈત્યસ્તવ એ ત્રણ ઉપધાન સંપૂર્ણ થયા પછી કદાચિત્ શ્રુતસ્તવ-સિદ્ધસ્તવના ઉદ્દેશ (પ્રારંભ)ને દિવસે અને સામાન્ય રીતે તે છકીઆ નામનું ઉપધાન પૂરું થયા પછી સર્વ ઉપધાનની પૂર્ણાહુતિના ચિહ્ન તરીકે માલા-આરોપણ કરવામાં આવે છે, અને તે માલા આરે પણ કરતાં પહેલાં તે ઉપધાન વહન કરનારે અત્યંત ધર્મની શ્રદ્ધાવાળે અને મેક્ષમાં અત્યંત નિશ્ચિત બુદ્ધિવાળે હેવાથી યાજજીવને માટે ત્રણ કાળ જિનેશ્વર મહારાજના ચના વંદનને નિયમિત અભિગ્રહ ગ્રહણ કરે અને ગુરુ મહારાજ તેવો અભિગ્રહ કરાવે એમ શ્રીમહાનિશીથસૂત્રકાર સ્પષ્ટ શબ્દોમાં લખે છે. ત્રિકાલ ચિત્યવંદનના અભિગ્રહને નિયમ એવી રીતે હોય છે કે પ્રભાતે જ્યાં સુધી ચૈત્યવંદન કરવામાં આવ્યું ન હોય ત્યાં સુધી તે ભાવિક શ્રાવકે પાણી સુદ્ધાં પણ મોઢામાં નાખવું નહિ, અને મધ્યાહ્નકાળે જ્યાં સુધી ચૈત્યેનું વંદન ન થયું હોય ત્યાં સુધી ભેજન કરવું નહિ, અને ત્રીજી વખતનું ચૈત્યવંદન સાયંકાલની સંધ્યાનું ઉલ્લંઘન ન થાય તેની પહેલાં કરી લેવું જોઈએ. કે વર્તમાનમાં આ રીતિએ નિયમિત અભિગ્રહ લેવાને કે આપવાને પ્રચાર જવલ્લે દેખાય છે પણ આવી રીતને અભિગ્રહ આપવા અને લેવાને પ્રચાર હે તે અત્યંત જરૂરી છે. ઉપધાન જેવી જબરદસ્ત તપ, જપ અને ક્રિયાને કરનારે
SR No.540014
Book TitleAgam Jyot 1978 Varsh 14
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1979
Total Pages184
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy