________________
૩૨.
આગમત માત્ર ફરક કહી શકાય કે શકસ્તવ અને નામસ્તવના ઉદ્દેશ અને અનુગાને વિધિ કરે પડે છે. અને આવી રીતે મહાતસ્કંધાદિ છએના સમુદેશ અને અનુજ્ઞાને વિધિ અને તેની સાથે માલારોપણની ક્રિયા હેવાથી તે વિધિને દિવસ ઉપધાન વહન કરનારાઓને માટે અન્યય લાભ દેનારે ઈ અસાધારણ અનન્ય–ઉત્સવનું કારણ થાય. તેમાં આશ્ચર્ય નથી.
જગતની સામાન્ય નીતિએ ગણાતા સીમંત વિવાહ વિગેરે સાંસારિક કાર્યો કરવાને તે મનુષ્યને ઘણી વખત પ્રસંગ મળે છે, પણ આવી રીતે છએ સૂત્રની સંપૂર્ણ લાભ સ્થિતિની દશાને દિવસ મનુષ્ય જિંદગીમાં ફક્ત એક જ વખત હોય છે, અને તેથી તે ધર્મપ્રેમી તથા ઉત્સાહી એ ભવ્ય જીવ પિતાને તે પવિત્ર દિવસને ઉજવવામાં શ્રી જિનેશ્વર મહારાજની ભક્તિ, શુદ્ધ સાધુઓન સેવા અને સાધર્મિકેના સત્કાર વગેરેમાં તન, મન, ધનથી સર્વથા, તૈયાર થાય તે સર્વ પ્રકારે યોગ્ય જ છે,
મહાનિશીથસૂત્રકાર ભગવાન્ પણ તેટલાજ માટે માલારોપણના વિધાનમાં ભને કરવા લાયક કરણીને ઉલ્લેખ સ્પષ્ટ શબ્દોમાં કરે છે. તે શ્રીમહાનિશીથસૂત્રમાં જણાવે છે કે- સમગ્ર ઉપધાનને વહન કરનારે સારા તિથિ, કરણ મુહૂર્ત, નક્ષત્ર વેગ અને ચંદ્રનું બળ હેય તે દિવસે પિતાની શક્તિ ઓળવ્યા સિવાય એટલે જેટલી શક્તિ હોય તેટલી બધી રીતિએ જગદ્ગુરુ શ્રીજિનેશ્વર મહારાજના પૂજે પચાર વિવિધ પ્રકારે કરવા, સાધુમહારાજ કે જેઓ ગુરુવર્ગ છે તેઓને પ્રતિલાલવા, અને ગુરુમહારાજની સાથે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા અને તમામ બંધુ વર્ગની સાથે પ્રથમ શૈત્યવંદન (દેવવંદન) કરવું પછી ગુણવાન સાધુઓને તેમજ સાધર્મિક બંધુઓને વંદન, પ્રણામ, આદરસત્કાર, સન્માન કરવા પૂર્વક અત્યંત કિંમતી, કમળ અને સ્વચ્છ વસ્ત્ર આદિક દેઈને જીવનભરમાં નહિ કરેલે એવો સત્કાર, સન્માન ભાવ કરે. યાવત્ ગુરુ મહારાજે તે બધું થયા પછી ધર્મને સારી રીતે ઉપદેશ કરે.