________________
પુસ્તક ૩ જું
૩૧ ભગવાન શ્રી શ્રીહરિભદ્રસૂરિજી દીક્ષાના અધિકારમાં પ્રતિક્રમણનો પાઠ આપવામાં દીક્ષાર્થીને માટે કૃપવાના અર્થાત્ ઉપધાન ન કર્યું હોય તે પણ દીક્ષાર્થીને પ્રતિકમણુસૂત્ર વગેરે આપી શકાય છે, એમ કહેવાથી સ્પષ્ટ કહે છે કે પ્રતિક્રમણનું ઉપધાન પૃથપણે હોવું જોઈએ, અને પંચમંગલમહાશ્રુતસ્કંધ અને પ્રતિક્રમણકંધનાં જે જુદાં જુદાં ઉપધાને પ્રાચીન સાબીત થાય તે પછી શેષ શકિતવાહિનાં ઉપધાને પૃથક્ અને પ્રાચીન સાબીત થાય તે સ્વાભાવિકજ છે. ઉપધાન અને માળારેપણુ
ભગવાન મહાનિશીથસૂત્રકાર સમગ્ર ઉપધાનનવહનની ક્રિયા થયા પછી માળારોપણનું વિધાન જણાવે છે, અને દરેક ગચ્છવાળાઓ પણ પિતાપિતાની સામાચારીમાં ઉપધાનવહનની ક્રિયા પૂર્ણ થતાં માળારોપણ કરવાની જરૂરિયાત સાક્ષાત્ શબ્દોથી સ્વીકારે છે, પણ તે સૂક્ત ક્રિયા અને વર્તમાન સામાચારી અને પદ્ધતિની ક્રિયામાં એટલે ફરક જરુર પડે છે કે ભગવાન સૂત્રકારના કથન મુજબ પંચમંગલ મહાશ્રુતસ્કંધ વગેરે છએ ઉપધાનની ક્રિયા સંપૂર્ણ થયા પછી જ માળારોપણ કરવાનું જણાવે છે. જ્યારે વર્તમાન સામાચારી અને પદ્ધતિથી પંચમંગલ મહાશ્રુતસ્કંધ પ્રતિક્રમણ શ્રુતસ્કંધ, અહંતુ ચૈત્યસ્તવ અધ્યયન તથા શ્રતસ્તવ, સિદ્ધસ્તવના ઉપધાને થવા માત્રથી માળારોપણ કરવાની સ્થિતિ જણાવે છે.
પણ ક્રિયા ઉપર ધ્યાન રાખનાર પુરુષ એટલું સ્પષ્ટપણે સમજી શકે છે કે વર્તમાન સામાચારી અને પદ્ધતિમાં પણ માળારોપણ ક્રિયા પહેલાં પંચમંગલમહાશ્રુતસ્કંધાદિ ચાર પહેલાં : ઉપધાની માફક શકસ્તવઅધ્યયન અને નામસ્તવઅધ્યયના સમુદેશ અને અનુજ્ઞાને વિધિ કરાવવામાં જ આવે છે. અર્થાત પંચમંગલઆદિ છએ સૂત્રોના સમુદેશ અને અનુજ્ઞા સાથે જ થાય છે, અને તે પણ માળારોપણની ક્રિયા પહેલાં જ થાય છે.