________________
૨૪
આગમત જે તપસ્યામાં ન્યૂનતા રહે છે તે નીવીની જગે પર આંબેલ. કરાવવામાં કે દિવસ વધારે કરાવવામાં આવે છે પણ અહંતચૈત્ય સ્તવ અને શ્રતસ્તવ-સિદ્ધસ્તવના ઉપધાને તે જેમ શાસ્ત્રમાં કહેલ છે તેમ એક ઉપવાસને ત્રણ આંબેલ તથા એક ઉપવાસપાંચ આંબેલ અને પછી અંતમાં એક ઉપવાસ કરીને મૂળવિધિથી, જ કરવામાં આવે છે.
આવી રીતે કરવામાં આવતી તપસ્યા છે કે વર્તમાનકાળમાં તે વહેનારાને ઘણું કઠણ પડે છે પણ શાસ્ત્રકારોએ કહેલી મૂળવિધિની તપસ્યાની અપેક્ષાએ ઘણું સુગમતાવાળી છે–એમ. કહી શકાય.
જે કે-વર્તમાનકાળના શ્રદ્ધહીન અને ઉદ્ધત યુવકે વર્તન માનમાં કરાતા ઉપધાનના ઉપવાસ અને તેને પારણે થતા પરિમુઢ. સુધી ચેવિહારવાળાં થતાં એકાસણું તેમજ ઉપવાસને પારણે આંબેલે અને આંબેલને પારણે ઉપવાસ કરાય છે તેની તરફ ધ્યાન નહિ આપતાં વ્રતધારી સાધર્મિક તપસ્યાવાળા ઉપધાનવાળાએને અંગે ધર્મપ્રેમી ઉદાર સદ્ગહસ્થોએ જે એકાસણાને માટે સગવડ કરેલ હોય છે તે ખમી શકતા નથી અને પિતાના જેવા અધિપતિવાળા છાપાંની કટારોમાં અને તેના વહેનારાની ભારેભાર નિંદા કરવા દેરાઈ જાય છે. અને તે એકાસણામાં ઉદાર અને ધર્મપ્રેમીઓ તરફથી કરાતી ભક્તિને આગળ કરી ઉપધાનની નિંદા કરવા તત્પર બને છે.
પણ તેઓએ અને બીજાઓએ ધ્યાન રાખવું જોઈએ કેઉપધાન વહન કરનારાઓ તપસ્યા, પૌષધ, કાત્સર્ગ, પ્રણિપાત અને જપમાળા વગેરેથી પિતાના આત્માને સારા સંસ્કારિત. કરે તેઓ તરફ ધર્મપ્રેમી સંગ્રહસ્થ પ્રેમ દાખવી ભક્તિ કરવાને ઉજમાળ થાય તેમાં આશ્ચર્ય નથી.