________________
આગમત
૨૦ શ્રુતસ્કંધ કે અધ્યયનને ઉદ્દેશ એટલે ભણવાની આજ્ઞા દેનારે એટલે આદેશ કરનાર વિધિ હોય છે, અને વાસ્તવિક રીતે તે વિધિ થયા પછી શ્રી પંચનમસ્કાર-શ્રુતસ્કંધ આદિના અધ્યયન એટલે ભણવાને અધિકાર વિધિસર પ્રાપ્ત થાય છે.
આ સ્થાને એક વાત ધ્યાનમાં રાખવાની છે કે શ્રી પંચપરમેષ્ઠી નમસ્કાર શ્રુતસ્કંધ કે કેઈપણ શાસ્ત્ર પ્રાચીનકાળે પુસ્તક-નિરપેક્ષપણે ગુરુમુખે ભણવાના અને સાંભળવાના હતા અને તેથી તેનું નામ શ્રુતજ્ઞાન એટલે સાંભળવારૂપ જ્ઞાન એમ થાપવામાં આવેલું છે. અર્થાત્ ગુરુમહારાજ પાસેથી સાંભળવા સિવાય જે પિતાની મેળે પુસ્તક વિગેરેની ઉદ્દેશાદિક વિધિ કર્યા સિવાય ભણવામાં આવે તે શાસ્ત્રની આજ્ઞાને સ્પષ્ટ રૂપે લેપજ છે એમ કે નહિં કબુલ કરે?
આ કારણથી મુખ્યતાએ શાસ્ત્રકારે દરેક સૂત્રના ઉદ્દેશ, સમુદ્ર, અનુજ્ઞા અને અનુગની વિધિઓ જણાવે છે, અને તે ઉદ્દેશાદિકની વિધિ એટલી બધી જરૂરી ગણાય છે કે તે ઉદ્દેશાદિક વિધિ સિવાય જે કઈને કઈપણ રીતિએ સૂત્રાદિકનું જ્ઞાન થઈ ગયું હોય તે પણ તેનું તે થએલું જ્ઞાન શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં કર્ણારી તરીકે ગણેલું છે, અને તેવી કર્ણ ચેરીથી જ્ઞાન લેવાવાળા પાસેથી બીજા શાસનપ્રેમી માર્ગનુસારી ધર્મપ્રેમી મનુષ્યને તે સૂત્રાદિકનું જ્ઞાન લેવાને એટલે કે તે કર્ણચેરીવાળાં સૂત્રોને સાંભળવા સુદ્ધાને નિષેધ કરવામાં આવ્યું છે.
આ વાત એટલી બધી મજબુત છે કે તેને માટે આગમવિહારીને પણ અપવાદ મળે નહિ, અને તેથી અનેક અભ્યાસી સાધુઓન વિજ્ઞપ્તિ છતાં આચાર્ય મહારાજ સિંહગિરિજીએ વાસ્વામીને વાચનાચાર્ય તરીકે આખ્યા નહિ. આ રીતે
જ્યારે ઉ શાદક ને દરેક સૂત્રને માટે મજબુત સામાન્ય વિધિ હોય તે પછી તે વધિને નહિ ગણકારતા, અને નહિ માનતા