________________
પુસ્તક ૩ જું ઉપરથી તેમજ અનુંભવ ઉપરથી ઉનાળામાં તપસ્યાનું આકરાપણું સહેજે સમજી શકાય તેમ છે, અને તેવા આકરાપણુમાં બાલ અને વૃદ્ધો કે જેઓ પણ ઉપધાનવહન કરવાના અધિકારીઓ છે, તેઓ ઉપધાનવહનની ક્રિયામાં દાખલ થઈ શકે નહિ.
ઉપધાનમાં વચમાં એકાંતરે ઉપવાસ હોય છે, તેની તપસ્યા સખત થાય એટલું જ નહિ પણ પારણના એકાસણાના દહાડે પુરિમડૂઢ (સ્ટાન્ડર્ડ ટાઈમ ૧૨–૩૯) સુધી જે અન્ન વિના જ નહિ, પણ પાણી વિના રહેવું તે કેટલું બધું મુશ્કેલ થઈ પડે એ શાસ્ત્રમાં કહેલા ચેવિહારને સમજનારા સારી પેઠે સમજી શકે તેમ છે.
જો કે આ મહિનાની માફક ફાગણ મહિનામાં મિશ્રતુ ગણાય, પણ તે મિશ્રઋતુ માત્ર પખવાડિયા જેટલી જ રહે, પણ આસો કાર્તિકની માફક લાંબી મુદત સુધી મિશ્રતુ રહી શકતી નથી.
એ બધી અપેક્ષાએ વિચારતાં આ વિજ્યાદશમીથી થતા ઉપધાનને આરંભ યોગ્ય ગણાય તે સ્વાભાવિક છે.
ત્રીજુ કારણ એ પણ છે કે શિયાળા અને ઉનાળામાં મુનિ મહારાજાઓની તેવી નિયમિત સ્થિરતા હોય નહિ, અને ઉપધાનની ક્રિયા સેંકડો વર્ષના રિવાજ પ્રમાણે નામસ્તવ અને શક્રસ્તવન ઉદેશ સિવાય માત્ર સમુદેશ અને અનુજ્ઞા કરીને ચલાવાય છે, તે પણ પચાસથી પંચાવન દિવસ થાય છે, તે તેટલે બધે લાંબે ટાઈમ નિયમિતપણે તેવા ઉપધાનક્રિયાને વહન કરાવનાર કે મુનિ-મહારાજાનું નિયમિત અવસ્થામાં શિયાળા-ઉનાળામાં અસંભવિત છે.
આ કારણથી વર્તમાનની વિજ્યાદશમીથી ઉપધાનની શરૂઆત થવાની પ્રથા ઘણું સ-હેતુક જણાય છે. ઉપધાન વહન કરાવે કેણુ?
જો કે ઉપધાને પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્ર આદિના પાઠની પૂર્વ-ભૂમિકારૂપ હોય છે અને દરેક ઉપધાનમાં પ્રથમ તે તે